જુગારની રેડ બાદ બનાવ પર ઢાંકપીછોડો કરવા રાજકીય પ્રેશરને પણ હળવદ પોલીસે અવગણીને છેલ્લા ઘણા સમયથી માર્કેટીંગ યાર્ડમાં ધમધમતા જુગારધામને ઝડપીને કાયદાકીય મુજબ કાર્યવાહી કરી
મોરબી : હળવદ પોલીસે આજે માર્કેટીંગ યાર્ડની એક દુકાનમાં ખેતીની જણસો ખરીદવાની આડમાં છેલ્લા ઘણા સમયથી ચાલતા જુગરધામને ઝડપી લીધું હતું. પોલીસે આ સ્થળે જુગાર રમતા પાલિકાના ઉપપ્રમુખ, સદસ્ય અને ભાજપના અગ્રણી સહિત સાત શખ્સોને ઝડપી લીધા હતા. જ્યારે એક શખ્સ નાસી છૂટ્યો હતો.
શ્રાવણ માસ શરૂ થતાની સાથે જિલ્લામાં જુગારની મોસમ પૂરબહારમાં ખીલી ઉઠી છે. તેથી મોરબી જિલ્લા પોલીસ વડા કરનરાજ વાઘેલાએ આ જુગારની બદી નાબૂદ કરવા માટે કડક સૂચના આપતા હળવદના પીએસઆઇ એમ.આર સોલંકી સહિતના સ્ટાફે આ દિશામાં તપાસ ચલાવતા ચોકસ બાતમી મળી હતી કે, હળવદ શહેરમાં આવેલ માર્કેટીંગ યાર્ડની 116 નંબરની વિશ્વાસ ટ્રેડિગ નામની દુકાનમાં જુગાર કલબ ચાલે છે. આ બાતમી મળતા જ હળવદ પોલીસ સ્ટાફ આજે હળવદ માર્કેટીંગ યાર્ડની વિશ્વાસ ટ્રેડિગ દુકાનમાં ત્રાટક્યો હતો. ઓચિંતા જ પોલીસને આવેલી જોઈને જુગારીઓના રંગમાં ભંગ પડ્યો હતો. પોલીસે આ સ્થળેથી જુગાર રમતા જયેશભાઈ વાસુદેવભાઈ પટેલ (હળવદ પાલિકા ઉપપ્રમુખ) રહે હળવદ, આનંદ પાર્ક ,સંદીપભાઈ પ્રવીણભાઈ પટેલ (હળવદ શહેર ભાજપ મહામંત્રી) રહે હળવદ, આનંદ પાર્ક, મેશભાઈ કાનજીભાઈ પારેજીયા (હળવદ ભાજપ પાલિકા સદસ્ય) રહે હળવદ, કણબી પરા વિસ્તાર, હરેશભાઈ ખીમજીભાઈ ચાડમીયા રહે હળવદ આનંદ પાર્ક, કિશોરભાઈ બેચરભાઈ કાલરીયા રહે હળવદ ગિરનારી નગર, જશવંતગીરી નરપત ગીરી ગોસ્વામી રહે હળવદ દરબાર નાકા વિસ્તાર, હિતેશ ગીરી નર્ભયગીરી ગોસાઈ રહે હળવદ દરબાર નાકા વિસ્તારને રૂ.55 હજારની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતા.
આ જુગારની રેડ દરમ્યાન આરોપી જીતેન્દ્ર રમણિકભાઈ નારીયાણી નાસી છૂટ્યો હતો. જ્યારે અમુક રાજકીય આગેવાનોએ આ બનાવ પર પડદો પાડી દેવા લાખ કોશિશ કરી હતી. પણ હળવદ પોલીસે કોઈની પણ શેહ શરમ રાખ્યા વગર કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ
ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber
ટ્વિટર:-
https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en
વ્હોટ્સએપ ગૃપ :-
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide