મોરબી જિલ્લાના હળવદ તાલુકાના રાણેકપર ગામના સસ્તા અનાજના દુકાનદારો મનીષભાઈ પટેલ ઘણા વષોથી સસ્તા અનાજના પરવાનેદારો તરીકે કાર્યરત હતા પરંતુ ગામ લોકોને પુરતો પ્રમાણમાં અનાજનો જથ્થો નહીં મળતો હોવાના કારણે રાણેકપર ગામના ૫૦૦ જેટલા કાર્ડ ધારકોએ બુધવારે સસ્તા અનાજ દુકાનદાર સામે વિરોધ કરી રોષ વ્યક્ત કર્યો હતો અને ગામલોકોએ વિરોધ કરીને સસ્તા અનાજની દુકાનમાં તાળાબંધી કરીને દુકાનદાર બદલાવાની માંગ કરી હતી
આજે ગુરૂવારે ૫૦૦ જેટલા ગામલોકોએ પ્રતિક ઉપવાસનું આયોજન કરી સસ્તા અનાજ ના દુકાનદાર બદલાવાની માંગ કરી હતી જેના પગલે મોરબી જિલ્લા પુરવઠા અધિકારી એસ. જી પટેલ એ સસ્તા અનાજના પરવાનેદાર મનીષભાઈ પટેલને ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરી અન્ય દુકાનદારને ચાર્જ આપ્યો હતો અા અંગે હળવદ મામલતદાર વી કે સોલંકી ને પૂછતા તેવો એ જણાવ્યું હતું કે. હાલ રાણેકપર ગામના સસ્તા અનાજના પરવાનેદાર મનીષભાઈ પટેલને ત્રણ મહિના માટે જિલ્લા પુરવઠા અધિકારીએએ સસ્પેન્ડનો હુકમ કર્યો છે અને અન્ય દુકાનદાર ઘનશ્યામપુર ગામના સસ્તા અનાજના પરવાનેદારોને રાણેકપર ગામની દુકાન નો ચાજૅ આપવામા આવ્યો છે અને ગામ લોકોને હવે નિયમિત અનાજનો જથ્થો મળતો થઈ જશે તેમ જણાવેલ હતું.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide