મકાનના નળિયા તેમજ ઇલેક્ટ્રોનિક વસ્તુ બળીને ખાખ થઈ ગઈ આજુબાજુના ૧૫ જેટલા મકાનોમાં પણ અસર વર્તાઈ
હળવદ : મોરબી જિલ્લામાં આજે સવારથી જ વરસાદી માહોલ બંધાયેલો છે ત્યારે સવારના હળવદ તાલુકાના સુર્યનગર ગામે એક રહેણાંક મકાન પર વીજળી પડતાં મકાનના નળીયા તેમજ મકાન માં રહેલી ઇલેક્ટ્રોનિક વસ્તુ બળીને ખાખ થઇ ગઇ હતી સાથે જ આજુબાજુના ૧૫ જેટલા મકાનમાં વીજળી પડવાને કારણે અસર વર્તાઇ હતી જેમાં પણ ઇલેક્ટ્રોનિક વસ્તુ મળી ગઈ હોવાનું ગામ લોકો જણાવી રહ્યા છે
જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના સુર્યનગર ગામે રહેતા ઘોઘાભાઈ સુખાભાઈ હમીરપરા ના રહેણાંક મકાન પર આજે વહેલી સવારના વીજળી પડતા મકાનમાં રહેતા લોકો બહાર દોડી આવ્યા હતા જોકે વીજળી પડવાને કારણે જાનહાની થઈ નથી પરંતુ મકાનના નળીયા તેમજ મકાન માં રહેલ ઈલેક્ટ્રોનિક વસ્તુઓ બળી ગઈ હતી સાથે જ આ વીજળીના કારણે આજુબાજુના ૧૫ જેટલા રહેણાંક મકાનોમાં આની અસર વર્તાય હોય તેઓ જાણવા મળી રહ્યું છે જ્યારે વિજળી પડતા તેના કડાકાને કારણે ગામલોકોમાં પણ ભયનો માહોલ ફેલાયો હતો
મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ
ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber
ટ્વિટર:-
https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en
વ્હોટ્સએપ ગૃપ :-
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide