દૂષિત પાણીમાંથી પસાર થઇ વિદ્યાર્થીઓ સ્કૂલે જવા મજબુર,
હળવદ : હળવદ તાલુકાના રાયસંગપુર ગામે આવેલ નવા પ્લોટ વિસ્તાર માં ગ્રામ પંચાયતની અણઆવડતને કારણે વરસાદી પાણીનો ભરાવો થઈ જવાને લઈ ગામમાં રોગચાળો ફેલાઈ રહ્યો છે. ત્યારે આ બાબતે નવા પ્લોટના સ્થાનિકોએ ગ્રામ પંચાયતના તલાટી મંત્રીને રજૂઆત કરી વહેલી તકે આ સમસ્યા હલ કરવા જણાવાયું છે.
પંથકના રાયસંપર ગામે આવેલ નવા પ્લોટ વિસ્તારમાં સાર્વજનિક પ્લોટ તેમજ ખાનગી માલિકીના પ્લોટ અને ચાલવાના રસ્તા ઉપર વરસાદને કારણે પાણી ભરાઈ ગયું છે. જે પાણીનો આજદિન સુધી ગ્રામ પંચાયત દ્વારા નિકાલ કરવામાં નહીં આવતા દુષિત બની ગયેલા પાણીના કારણે આજુબાજુના રહીશોને પારાવાર તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. શાળાએ જતા વિદ્યાર્થીઓને પણ આ દુષિત પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે. ટૂંક સમયમાં આ પાણીનો નિકાલ કરવામાં નહીં આવે તો રોગચાળાનો ગંભીર ખતરો મંડરાઇ રહ્યો છે. હાલમાં ડેન્ગ્યુ-મેલેરિયા જેવા રોગચાળાએ સમગ્ર વિસ્તારને ભરડો લીધો છે. ત્યારે આ પાણીના નિકાલની વ્યવસ્થા તો થઈ નથી પણ આ પાણીમાં ઉછરી રહેલા મચ્છર ઉતપત્તિ કેન્દ્રનો નાશ કરવા માટેના કોઈ પ્રયત્નો પણ થતા નથી.
ત્યારે આ બાબતે નવા પ્લોટ વિસ્તારમાં રહેતા વાસુદેવભાઈ, મગનભાઈ, હરેશભાઈ,દીપકભાઈ, ઘનશ્યામભાઈ, જીગ્નેશભાઈ, ગોવિંદભાઈ, ગણેશભાઈ, કિરીટભાઈ અમરશીભાઈ સહિતનાઓ દ્વારા ગામના ટલાટી-મંત્રીને લેખિતમાં રજૂઆત કરી જણાવ્યું છે કે નવા પ્લોટ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાને કારણે મચ્છરો અને બીજા જીવ જંતુ મોટાપાયે ઉત્પન્ન થયા છે અને હાલ રોગચાળો ફેલાઈ રહ્યો છે. જો આ પાણીનો એકાદ અઠવાડિયામાં નીકાલ નહી આવે તો આ વિસ્તારમાં મોટા પાયે રોગચાળો ફેલાય તેમ છે. જેની જવાબદારી ગ્રામ પંચાયતની રહેશે કારણકે આ પાણી દિવાળી સુધી અહીં સુકાતું નથી. સાથે જ એવા પણ ધગધગતા આક્ષેપ કરવામાં આવ્યા છે કે હાલ અમારા વિસ્તારમાં જે પરિસ્થિતિ ઉદ્ભભવી છે તેની માટે અગાઉના ગ્રામ પંચાયતના સભ્યો અને સરપંચની અણઆવડતને કારણે આ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જે સમસ્યાનું વહેલી તકે નિરાકરણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે
મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ
ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber
ટ્વિટર:-
https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en
વ્હોટ્સએપ ગૃપ :-
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide