હળવદના અજીતગઢ ગામે ચોરીમાં ગયેલ મુદ્દામાલ રીકવર કરાયો : વધુ એક ઝડપાયો

0
114
/

હળવદ પોલીસે માતાજીના મઢના ચાંદીના ૧૨ છતર સોનાનુ ફળુ મળી કુલ રૂ.૧.૬૫ લાખના મુદ્દામાલ સાથે ટીકરના સોનીને ઝડપી લીધો

હળવદ : હળવદ તાલુકાના અજીતગઢ ગામે આવેલ જુદા-જુદા ત્રણ માતાજી ના મઢમાં ચોરીનો બનાવ બન્યો હતો જેથી પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ હાથ ધરાતા આ ચોરીના બનાવ ને મિયાણી ગામના શખ્સે અંજામ આપ્યો હોવાનું ખુલ્યુ હતુ જેથી પોલીસ દ્વારા તેની ધોરણ સરની અટકાયત કરી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા હતા જેમા તપાસમાં ખુલવા પામ્યું હતું કે આ ચોરીનો મુદ્દા માલ ટીકર ગામના સોની વેપારીને વેચ્યો હતો જેથી પોલીસ દ્વારા ટીકર ગામના શખ્સને ઝડપી લઇ ચોરીમાં ગયેલ મુદ્દામાલ રિકવર કરી બંને વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગતો મુજબ પંથકના અજીતગઢ ગામે એકીસાથે જુદા જુદા ત્રણ માતાજી ના મઢમાં ચોરીનો બનાવ બનતા ચકચાર મચી જવા પામી હતી આ ચોરીના બનાવોને પગલે હળવદ પી.આઈ એ.આર સોલંકી દ્વારા ચોર ટોળકીને ઝડપી લેવા એક ખાસ ટીમ બનાવવામાં આવી હતી જેમાં હળવદ સર્વેલન્સ સ્કોડ ના પીએસઆઇ પી.જી પનારા ગીરીશકુમાર ટાપરીયા,કિરીટભાઈ જાદવ,મુમાભાઈ રબારી સહિતનાઓ દ્વારા તારીખ ૧૬ ના રોજ આ ચોરીના બનાવને અંજામ આપનાર મિયાણી ગામના ગાડુ ભાઈ લાભુભાઈ ઝિંઝુવાડીયા ને ઝડપી લઈકોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવી પૂછપરછ હાથ ધરવામાં આવી હતી જેમાં ખુલલા પામ્યું હતું કે આ ચોરીનો મુદ્દામાલ ટીકર ગામના સોની વેપારીને ત્યાં વેચ્યો હતો જેથી પોલીસ દ્વારા આજે ટીકર ગામના યશવંતભાઈ ઉર્ફે ટીનાભાઇ મનુભાઈ રાણપરા ને ઝડપી લઇ તેની પાસેથી ચોરીમાં ગયેલ ચાંદીના નાના-મોટા બાર છતર તથા એક ચાંદીનું કડું તથા સોનાનુ ફળી મળી કુલ રૂપિયા ૧.૬૫ લાખ નો મુદ્દામાલ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/