હળવદ: ઘનશ્યામપુર ગામમાં મકાનના કામ બાબતે બે પડોશીઓ વચ્ચે તકરાર

0
116
/
બન્ને પાડોશીઓએ સામસામી ફરિયાદ નોંધાવતા હળવદ પોલીસે તપાસ હાથ ધરી

હળવદ : હળવદ ઘનશ્યામપુર ગામે મકાનના કામ માનલે બે પડોશીઓ વચ્ચે મારામારી થઈ હતી.બાદમાં બન્ને પાડોશીઓએ એકબીજા ઉપર હુમલો કર્યાની સામસામી ફરિયાદ નોંધાવતા હળવદ પોલીસે તપાસ હાથ ધરી છે.

આ બનાવની હળવદ પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ફરીયાદી બળદેવભાઇ નાગરભાઇ મકવાણા (ઉવ.૩૯, ધધો રહે ઘનશ્યામપુર, તા હળવદ) વાળાએ આરોપી ત્રીભોવનભાઇ પરાગભાઇ દલવાડી (રહે ઘનશ્યામપુર, તા હળવદ) વાળા સામે ફરિયાદ નોંધાવી હતી કે તા.૨૬ ના રોજ ફરીયાદીને મકાનનુ કામ ચાલુ હોય અને શેરીમા રેતી નાખેલ હોય જે રેતી આરોપીએ પાથરી દેતા ફરી સમજાવવા જતા આરોપી ઉશ્કેરાઇ જઇ ગાળો આપી આરોપીએ ફરીને સોરીયા વતી માથામા તથા શરીરે મારી ઇજા કરી હતી. આ બનાવની ફરિયાદ નોંધાયા બાદ હળવદ પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામા આવી હતી.

જ્યારે સામાપક્ષે દિપકભાઇ ત્રિભોવનભાઇ સોનગ્રા (ઉવ ૧૮, રહે ઘનશ્યામપુર, તા.હળવદ) વાળાએ આરોપી બળદેવભાઇ નાગરભાઇ મકવાણા સામે વળતી ફરિયાદ નોંધાવી હતી કે ફરીયાદીને મકાનનુ કામ ચાલુ હોય અને આ કામના આરોપીએ શેરીમા રેતી નાખેલ હોય જે રેતી ફરી તથા સાહેદ આઘી કરતા હોય ત્યારે આરોપી આવી રેતી કેમ આઘી કરો છો તેમ કહી ગાળો આપી ફરીયાદીને પાવડાથી મારી ડાબા ખંભે તથા ડાબા ગાલે ઇજા કરી હતી. હળવદ પોલીસે બન્ને પક્ષની સામસામી ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

વધુ સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/