હળવદ : ઈશ્વરનગર ગામે નીકળેલી બ્રાહ્મણી ૧ ડેમ સિંચાઈ કેનાલ પર આવેલ નાલુ બિસ્માર હાલતમાં

0
96
/

હળવદના ઇશ્વરનગર ગામે બ્રાહ્મણી 1 ડેમ સિંચાઇ કેનાલ પર રસ્તાનું આવેલ નાલુ વર્ષોથી જર્જરિત હાલતમાં અકસ્માતનો મોટો ભય સર્જાય તેવી ભીતિ વહેલી તકે નાલુ નવેસરથી બનાવવામાં આવે હાલ ચરાડવા થી મોરબી જવા આ રસ્તો 10 ગામનો જોડતો માર્ગ છે.

જેમાં ઈશ્વર નગર, સુસવાવ, મયુર નગર રાસંગપુર ,નવા ધનાળા ,જુના ધનાળા, કેદારીયા રણજીત ગઢ, વગેરે ગામો આવેલા છે હળવદ થી રાસંગપર ઈશ્વર નગર ચરાડવા મોરબી અભ્યાસ કરવા ગુજરાત એસટી બસ માં આજુબાજુ ગામના  વિદ્યાર્થિ ઓ મુસાફરી કરે છે નાલા ની રજૂઆત અનેકવાર કરેલી છે છતાં સિંચાઈ અધિકારી કે તંત્ર ધ્યાન આપતું નથી નાલા  તૂટવાથી અકસ્માત નો મોટો ભય સર્જાય તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે એને નાલા રજૂઆત મનસુખભાઈ કોંગ્રેસ અગ્રણી રમેશભાઈ, મનસુખભાઈ પટેલ, ચંદ્રેશભાઇ પટેલ, તેમજ ઈશ્વરનગર ગામલોકોએ તાલુકા અને જિલ્લામાં રજૂઆત કરવામાં આવી છે જો સમસ્યા હલ કરવા નહી આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/