હળવદ : નર્મદા કેનાલમાં બાકોરું પાડી વોટર પાર્કમાં કનેક્શન

0
97
/
/
/

હાલ હળવદના સુખપુર નજીક નર્મદા કેનાલ લગોલગ ગેરકાયદે અવન-જાવનનો માર્ગ તૈયાર કરી લેવાયો : રેલવે અને સરકારી જમીન ઉપર પણ કબ્જો

હળવદ : હાલ હળવદ તાલુકાના સુખપુર નજીક વોટરપાર્કમાં નર્મદા કેનાલમાંથી પાણી લેવા કેનાલમાં બાકોરું પાડી લેવામાં આવ્યું છે ઉપરાંત રેલવેની હદમાં આવતી જમીન અને સરકારી ખરાબાની જમીન પણ કબ્જે કરી લેવાતા ગ્રામજનોમાં ઉહાપોહ મચી જવા પામ્યો છે.

બારે મહિના ખળખળ વહેતી રહેતી નર્મદા કેનાલના પાણી માટે માળીયા – મોરબી સહીતના છેવાડાના ખેડૂતો ખેતીની સીઝન દરમિયાન રીતસર ટળવળતા હોય છે ત્યારે હળવદના સુખપુર ગામ નજીક નિર્માણાધીન વોટરપાર્કમાં નર્મદાના પાણીથી સહેલાણીઓને ધુબાકા મરાવવા માટે કેનાલમાં મસમોટું બાકોરું પાડી દેવાયાની સાથે સાથ નર્મદા ઓથોરિટીની માલિકીની જગ્યા ગણાય તેવી કેનાલની લગોલગ ભરતી ભરી આવન જાવનનો માર્ગ પણ બનાવી લેવાયો છે છતાં નર્મદા ઓથોરિટીના અધિકારીઓ ધૃતરાષ્ટ્રની ભૂમિકામાં મૂંગા મોઢે તમાસો નિહાળી રહ્યા છે.બીજી તરફ સુખપુર નજીક આવેલા આ વોટરપાર્કમાં ખાનગી જમીન ઉપરાંત રેલવેની હદમાં આવેલી રેલવેની જમીન ઉપર પણ દીવાલ ખડકી દેવામાં આવી છે તેમજ સરકારી ખરાબાની જમીન ઉપર પણ કબ્જો જમાવી લેવામાં આવ્યો છે ઉપરાંત વીજતંત્રને પણ જાણે ખિસ્સામાં નાખી લીધું હોય તેવી સ્થિતિ વચ્ચે નર્મદા કેનાલના મૂળમાં જ વીજપોલ ઉભા કરી લેવામાં આવતા ગ્રામજનો અને ખાસ કરીને નર્મદા યોજનાનો સિંચાઈનો લાભ લેતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/