મોરબીમાં સિરામીકની મંદીના કારણે રિયલ એસ્ટેટ ઉપર અસર : દસ્તાવેજ નોંધણી ઘટી

0
67
/

દિવાળી પૂર્વે મહિને 2300 જેટલા દસ્તાવેજની નોંધણી સામે હાલમાં 1611 દસ્તાવેજ જ નોંધાયા : રવાપર, વજેપરે મંદીમાં પણ માર્કેટ જાળવી

મોરબી : હાલ દેશ-દુનિયામાં રિયલ એસ્ટેટ ક્ષેત્રે ભલે મંદી હોય પરંતુ મોરબીને ક્યારેય મંદી નડતી નથી ! પરંતુ હાલમાં સિરામીક ઇન્ડસ્ટ્રીઝ ક્ષેત્રે ઘેરાયેલા મંદીના વાદળોને કારણે મોરબીમાં રિયલ એસ્ટેટક્ષેત્રે મંદીની થોડી અસર વર્તાઈ છે.દિવાળી પૂર્વે જ્યાં દર મહિને 2300થી 2500 દસ્તાવેજની નોંધણી થતી હતી ત્યાં હાલમાં 1611 દસ્તાવજે જ નોંધાયા છે. જો કે બિલ્ડર એસોશિએશન આ મંદીની આસર પાછળ સિરામીકના ધંધામાં ઓટ ને મુખ્ય કારણ ગણાવી રહ્યા છે. જો કે વિપરીત સ્થિતિમાં પણ મોરબીના વજેપર અને રવાપરે માર્કેટને ટકાવી રાખ્યું છે.

સીરામીક નગરી મોરબીમાં દિવાળી બાદ રિયલ એસ્ટેટક્ષેત્રે ચડાવ-ઉતાર જોવા મળી રહ્યો હોય દસ્તાવેજ નોંધણીમાં ઘટાડો આવ્યો છે. મોરબી સબ રજિસ્ટ્રાર ડાંગરોશિયાના જણાવ્યા મુજબ હાલમાં 1611 દસ્તાવેજોની નોંધણી થવા પામી છે. દિવાળી પૂર્વે સરેરાશ 2300થી વધુ દસ્તાવેજોની નોંધણી થતી હતી પરંતુ હાલમાં વજેપર, રવાપર મહેન્દ્રનગર સહિત મોરબીની ફરતે આવેલા સાતેક ગામોમાંથી જ દસ્તાવેજો નોંધણી પ્રક્રિયામાં આવી રહ્યા હોવાનું તેમને ઉમેર્યું હતું.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/