Mehul Bharwad (Halvad) હળવદ : હળવદ તાલુકામાં પાછલા ઘણા સમયથી ગૌવંશ પર એસિડ એટેક કરવાના બનાવો બનતા જીવદયા પ્રેમીઓમાં રોષની લાગણી જોવા મળી રહી છે. ત્યારે ફરી એક વાર હળવદ તાલુકાના નવા રાયસંગ ગામે ગત અઠવાડિયે 6 ગૌવંશ પર એસિડ ફેંકવામાં આવતા લોકોમાં અરેરાટી સાથે આક્રોશ જોવા મળી રહ્યો છે.
હળવદ : હળવદ તાલુકામાં પાછલા ઘણા સમયથી ગૌવંશ પર એસિડ એટેક કરવાના બનાવો બનતા જીવદયા પ્રેમીઓમાં રોષની લાગણી જોવા મળી રહી છે. ત્યારે ફરી એક વાર હળવદ તાલુકાના નવા રાયસંગ ગામે ગત અઠવાડિયે 6 ગૌવંશ પર એસિડ ફેંકવામાં આવતા લોકોમાં અરેરાટી સાથે આક્રોશ જોવા મળી રહ્યો છે.
હળવદ તાલુકાના નવા રાયસંગ ગામે પાછલા સપ્તાહે વાડી વિસ્તારમાં 6 જેટલા ગૌવંશ પર કરવામાં આવેલો એસિડ એટેકનો બનેલો બનાવ હાલમાં બહાર આવતા જીવદયા પ્રેમીઓએ હળવદ પોલીસ સ્ટેશનના પીઆઇ પી.જી. પનારાને જાણ કરી હતી. બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે ઘસી ગઈ હતી ત્યારે આવું અમાનવીય અને પાશવી કૃત્ય કરી વિકૃત આનંદ મેળવતા તત્વોને પોલીસ શોધી કાઢી કાયદાનો ડંડો ઉગામે તેવી સ્થાનિકોએ માંગણી કરી છે
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide