હળવદમાં 60 વર્ષના વૃદ્ધ કોરોના પોઝિટિવ આવતા મોરબીમાં ફરી એક કેસ

0
96
/
By Mehul Bharwad (Halvad) હળવદ : હળવદ શહેરમાં આજે કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો હતો.જેમાં વિરમગામથી પરત આવેલા 60 વર્ષના વૃદ્ધનો કોરોનાનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. ગઈકાલે માસ સેમ્પલ લેવાયા હતા જેમાં આ એક પોઝિટિવ રિપોર્ટ આવ્યો હોવાનું બહાર આવતા આરોગ્ય તંત્રએ સઘન કામગીરી હાથ ધરી છે.હળવદ દંતેશ્ર્વર દરવાજા વિસ્તારમાં રહેતા મહંમદ હુશેન અબ્દુલ લતીફ સુમરા (ઉ.વ. 60) વર્ષના વૃદ્ધનો આજે કોરોનાનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે.આથી આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઇ છે. ગઈકાલે માસ સેમ્પલ લેવાયા હતા. જેમાં હળવદના આ વૃદ્ધનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. જોકે તેઓ ગત તા. 23 મેના રોજ એક દિવસ માટે વિરમગામ ગયા હતા. આ વૃદ્ધ કોના કોના સંપર્કમાં આવ્યા હતા. તે અંગે આરોગ્ય તંત્રએ સઘન તપાસ હાથ ધરી છે. જોકે હળવદ તાલુકા પાંચ તબકાના લોકોડાઉનમાં કોરોનાથી મુક્ત રહ્યો હતો અને હવે હળવદમાં પ્રથમ કોરોનાનો કેસ નોંધાયો છે. ત્યારે તંત્રને સાવચેતીના પગલાં ભરવાની સાથે લોકોને પણ આ મહામારી વધુ ન ફેલાય તે માટે તકેદારી રાખવી જરૂરી બનશે.

અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા મોરબી જિલ્લાના ટંકારા તાલુકાનો એકમાત્ર એક્ટિવ કેસ પણ રિકવર થઈ ગયો હતો. તેથી, મોરબી જિલ્લો ફરી કોરના મુક્ત બન્યો હતો. જેના થોડા સમયમાં જ ફરી મોરબી જિલ્લામાં હવે કોરોનાનો કેસ સામે આવતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે અને તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે.

વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

વધુ સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/