હરીપર ગામે કારખાનાનો સિક્યુરિટી ગાર્ડ 7 બોટલ દારૂ સાથે ઝડપાયો

0
80
/

મોરબી : તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં આવતા હરીપર ગામે એક સિક્યુરિટી ગાર્ડની ઓફિસમાંથી સિક્યુરિટી ગાર્ડ જ વિદેશી દારૂની 7 બોટલ સાથે ઝડપાતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી તાલુકાના હરીપર (કેરાળા) ગામે આવેલા સન પાર્ટિકલ બોર્ડ નામના કારખાનામાં સિક્યુરિટી ગાર્ડની ઓફિસમાં દરોડો પાડી વિક્રમસીંગ રણજિતસીંગ રાણા નામના 45 વર્ષીય સિક્યુરિટી ગાર્ડની 7 બોટલ વિદેશી દારૂ (કિંમત રૂ. 5950) સાથે અટકાયત કરી હતી. ઝડપાયેલો સિક્યુરિટી ગાર્ડ ઉક્ત સ્થળે દારૂનું વેંચાણ કરતો હોવાની પૂર્વ બાતમીને આધારે પાડેલી રેડ બાદ હવે આ આરોપી ક્યાંથી દારૂનો જથ્થો મેળવતો હતો તેના સપ્લાયર અને તેના ગ્રાહકો વિશે માહિતી મેળવવા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/