મોરબી : કારખાનેદારે પરિણીત હોવા છતાં ખોટું બોલી યુવતી સાથે લગ્નનું નાટક કરી વારંવાર દુષ્કર્મ આચર્યું

0
681
/
યુવતીની ફરિયાદના આધારે કારખાનેદારની સાથે તેની પત્ની સામે પણ મદદગારીનો ગુનો નોંધાયો

મોરબી : મોરબીમાં યુવતીને પરિણીત કારખાનેદારે પોતાના લગ્ન થયા હોવાની હકીકત છુપાવી પ્રેમજાળમાં ફસાવી તેની સાથે લગ્ન કરવાનું નાટક કરી વારંવાર દુષ્કર્મ આચારીને ધાક ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઇ છે. આ બનાવમાં યુવતીની ફરિયાદના આધારે એ ડિવિઝન પોલીસે કારખાનેદારની પત્ની સામે પણ મદદગારીનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

મોરબીના ચકચારી બનાવ અંગે આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીમાં રહેતી એક યુવતીએ મોરબીના રવાપર કેનાલ રોડ ઉપર આવેલ પુષ્કર એપાર્ટમેન્ટમાં રહેતા કારખાનેદાર નયનભાઈ પ્રાણજીવનભાઈ વિલપરા અને તેમના પત્ની ચેતનાબેન નયનભાઈ વિલપરા સામે મોરબી એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે ,ગત તા.6/2/2016 થી તા.4/3/2020 દરમિયાન બનેલા આ બનાવમાં અગાઉ ફરિયાદી યુવતી મોરબી પોતાના મામાના ધરે રહી કારખાનામાં જોબ કરતી હતી. તે દરમિયાન કારખાનેદારે પોતે પરિણીત હોવાની ઓળખ છુપાવી આ યુવતીને લગ્નની લાલચ આપીને પોતાની મોહજાળમાં ફસાવી હતી. બાદમાં યુવતીને કારખાનેદાર દ્રારકા લઈ ગયો હતો. જ્યાં રાદલ માતાજીના મંદિરે યુવતીના માથામાં સિંદૂર પુરી તથા મંગળસૂત્ર બાંધીને ઈશ્વરની સાક્ષીએ તેણે લગ્ન કરી લીધા હતા. બાદમાં બન્ને પતિ પત્નીની જેમ જ રહેવા લાગેલ હતા.

યુવતી સાથે આરોપીએ અવારનવાર શરીર સબંધ બાંધ્યો હતો. આ બનાવમાં અંતે કારખાનેદાર પરિણીત હોવાનો ભાંડો ફુટી ગયો હતો. તે પરિણીત હોવાની ખબર પડતા યુવતી સાથે વિશ્વાસઘાત થયો હતો. આથી આ મામલે ઝઘડા થતા યુવતીના ધરે આવીને આરોપીઓએ છૂટાછેડા લેવા માટે દબાણ કરીને લાફો મારી દીધો હતો. તેમજ જતા જતા યુવતીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે અંતે યુવતીએ ફરિયાદ નોંધાવતા એ ડિવિઝન પોલીસે કારખાનેદાર સામે દુષ્કર્મનો ગુનો અને તેની પત્ની સામે મદદગારીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે દુષ્કર્મ અને વિશ્વાસઘાતનો ભોગ બનેલ યુવતીએ અનેક ગુજરાતી ફિલ્મોમાં એક્ટિંગ પણ કરેલી છે. અને તેણી સાથે મોરબીના કારખાનેદાર યુવકે વિશ્વાસઘાત કરી યુવતીની જિંદગી બરબાદ કરી દેતા આ યુવતી ડિપ્રેશનમાં આવી ગઈ હતી. અને અંતે આ બનાવમાં હિમંત કરીને યુવક સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/