અમદાવાદમાં ભયંકર મહામારી વચ્ચે ફરજ નિભાવતા મોરબીના વતની ડો. રોનિત લવા

0
37
/

મોરબી : હાલમાં કોરોના વાઈરસ એ કાળો કહેર વર્તાવ્યો છે. દિવસે ને દિવસે કોરોનાના કેસ વધી રહયા છે ત્યારે કોરોનાના કહેર વચ્ચે એક પેરા મેડીકલના સ્ટાફની રૂએ કોરોના વોરીયર્સ જીવના જોખમે પોતાનું કાર્ય કરી રહયા છે.

ત્યારે મોરબીના વતની અને ઝેરોક્ષનો વ્યવસાય કરતા શૈલેષભાઈ આર. લવાના એકના એક પુત્ર રોનિત શૈલેષભાઈ લવા હોટસ્પોટ અમદાવાદમાં નિષ્ઠાપૂર્વક પોતાની પેરા મેડીકલ સ્ટાફ તરીકે ફરજ બજાવી રહયા છે. તેઓ અમદાવાદ ખાતે સેટેલાઈટ વિસ્તારમાં આવેલ ઉસ્માનપુરા ઈમેજીંગ સેન્ટરમાં પેરામેડીકલ સ્ટાફની ફરજ બજાવી રહયા છે. ત્યારે પરિવારજનો ગૌરવની લાગણી અનુભવી રહયા છે તેમજ તેઓના સ્વાથ્યની સુખાકારી માટે ઈશ્વરને પ્રાર્થના કરી રહયા છે. ઉલ્લેખનીય છે કે તેઓએ આણંદ ખાતે પોતાનો પેરા મેડીકલનો અભ્યાસ પૂર્ણ કરેલ છે. અને હાલ અમદાવાદ ખાતે ફરજ બજાવી રહેલ છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/