મોરબી : હાલમાં સમગ્ર ગુજરાતમાં અને ખાસ કરીને અમદાવાદમાં પણ કોરોનાના ઘણા કેસો જોવા મળી રહ્યા છે. તેવા સમયે સમગ્ર આરોગ્ય તંત્ર કોરોના સામે યુદ્ધના ધોરણે લડી રહ્યું છે. ત્યારે મોરબી જિલ્લાના રામગઢ (કોયલી)ના વતની તથા હાલ મોરબીના શનાળા રોડના અવધમાં રહેતા મુકેશભાઈ કાસુન્દ્રાના પુત્ર ડો. મયંક હાલ કોરોના હોટસ્પોટ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં પોતાની ફરજ નિભાવી રહ્યા છે. જો કે મૂળ તેઓ રાજકોટની પીડીયુ સરકારી હોસ્પિટલના મેડિસિન વિભાગમાં કાર્યરત છે. ડો. મયંકના પરિજનો ગૌરવની લાગણી અનુભવી રહ્યા છે. તેમજ સ્વાસ્થ્ય અંગે પ્રાર્થના કરી રહેલ છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide