મોરબી : હાઇવે નજીક પાર્ક કરેલી ટ્રકની ટ્રોલી કોઈ ચોરી ગયું

0
45
/
પોલીસ દ્વારા ચોરની શોધખોળ આદરવામાં આવી

મોરબી : મોરબી-માળીયા હાઇવે પર આવેલ ગુરુ ગોવિંદ મોટર્સ વર્કશોપની બહાર પાર્ક કરવામાં આવેલ ટ્રોલીની ચોરાઈ ગયેલ છે. આ બનાવ અંગે નોંધ કરી મોરબી તાલુકા પોલીસ હાલ ચોરની શોધખોળ કરી રહી છે.

આ બનાવની પ્રાપ્ત વિગત મુજબ મૂળ વલસાડના વતની, હાલ મોરબીના શનાળા બાયપાસ પાસે ઇસ્કોન હાઈટ્સમાં રહેતા અને મોરબી-માળીયા હાઇવે પર ગુરુ ગોવિંદ મોટર્સ વર્કશોપના માલિક હરજીંદરપાલસિંગ હરચરણપાલસિંગ ચડ્ડાએ ગઈકાલે તા. 19ના રોજ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે ગત તા. 15ના રોજ રાતે 3-30 વાગ્યે વર્કશોપમા આવેલ એકસીડન્ટ કલેઇમમા આવેલ ટાટા કંપનીની એલ.પી.એસ.૪૦૧૮ મોડલ ટાટા સિગ્ના જેના રજી નં-જીજે-૦૨-ઝેડ-ઝેડ-૧૫૩૭ વાળીના પાછળના ભાગમા કંપની ફુલીબીલ્ટ વેહીકલ ટ્રોલી, જે એકસીડન્ટ કલેઇમ વાળી વર્કશોપની બહાર પાર્ક કરેલ ટ્રોલી ચેસીસ નં-134618142 કિ.રૂ.-૪,૨૫,૦૦૦/- ને કોઈ શખ્સ ચોરી ગયેલ છે. હાલમાં પોલીસે ચોરને પકડવા બાબતે તાપસ શરુ કરી છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/