મોરબી : મોરબી જીલ્લા ચાઈલ્ડ લેબર ટાસ્ક ફોર્સ દ્વારા મકનસરમાં એક કારખાનામાં રેઇડ પાડવામાં આવી હતી. આ કારખાનામાં 2 બાળ શ્રમિકો કામ કરતા હોવાની શ્રમ આયુક્ત કચેરીના શ્રમ અધિકારી એમ. એમ. હીરાણીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
આ બનાવની પ્રાપ્ત વિગત મુજબ મકનસરની નજીક આવેલ જી ટોપ ડીઝાઇનર ટાઈલ્સમાં 18 વર્ષથી ઓછી ઉંમરના 2 તરુણો મજૂરી કામ કરતા હતા. તેથી, કારખાનાના માલિક વલ્લભભાઈ પ્રજાપતિ વિરુદ્ધ બાળ મજુર પ્રતિબંધ અને નિયમ અધિનિયમ અંતર્ગત તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધવામાં આવ્યો છે. તેમજ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide