60 હજારથી વધુની રોકડ સાથે છ શખ્શો ઝડપાયા
ટંકારા : ટંકારા પોલીસે બાતમીને આધારે મિતાણા ગામે ધમધમતી જુગાર કલબ ઉપર દરોડો પાડી છ ઇસમોને 60 હજારથી વધુની રોકડ રકમ સાથે ઝડપી પાડ્યા હતા.
ટંકારા તાલુકાના મિતાણા ગામે ઘનશ્યામસિંહ હેમતસિંહ જાડેજાના રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડવામાં આવતો હોવાની બાતમીને આધારે ટંકારા પીએસઆઇ બી.ડી.પરમાર અને સ્ટાફે દરોડો પાડતાં ઘનશ્યામસિંહ હેમતસિંહ જાડેજા,
વિપુલ પુનભાઈ બાંભવા,રઘુભાઈ નાજાભાઇ સરસિયા, સામંત ઉર્ફે બાબો પાલાભાઈ બાળા, જયરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા, નાસિર હુસેનભાઈ લધડ સહિતનાઓ 60750 રોકડા સહિત રૂ.73250ના મુદ્દામાલ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી હતી.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide