બગથળા પાસે નિરણના જથ્થામાં આગ : બે ગાય અને બે ભેંસ દાઝી !!

0
53
/

મોરબી : મોરબીના બગથળા ગામ પાસે એક વાળામાં નિરણના જથ્થામાં આગ લાગી હોવાનો બનાવ સામે આવ્યો છે.જેમાં બે ગાય અને બે ભેંસ દાઝી ગઇ હોવાનું જાણવા મળ્યું છે.

આ બનાવ અંદાજે રાત્રે 9:30 આસપાસ બન્યો હતો. આ અંગેની જાણ થતાં ફાયર ફાયટર ઘટના સ્થળે દોડી ગયા હતા. હાલ આ લખાઈ છે ત્યાં સુધીમાં ફાયર બ્રિગેડે બેથી ત્રણ ફેરા કરી પાણીનો મારો ચલાવ્યો છે. આગ ઓલાવવા હજુ બીજા ચારથી પાંચ ફેરા કરવા પડે તેવો અંદાજ છે. આ કામગીરીમાં ફાયર બ્રિગેડના દિનેશભાઈ પડાયા, કાર્તિકભાઈ ભટ્ટ, વિજયભાઈ પંડ્યા, પ્રીતેશ નગવાડિયા, ચંદુભાઈરાઠોડ, વિપુલભાઈ સહિતના કર્મચારીઓ રોકાયેલ હતા

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/