મોરબીમાં વ્યસનીઓની મજબૂરીનો ફાયદો ઉઠાવતા કાળા બજારિયાઓ

0
300
/

મોરબી : લોકડાઉન ચારના અંતિમ ચરણમાં પાન-માવાની દુકાનોને શરતોને આધીન ખુલ્લી રાખવાની છૂટ આપ્યા પછી હજી પણ તંબાકુની અછત હોવાનું બહાનું કરીને ઘણા લેભાગુ તત્વો વ્યસનીઓને ખુલ્લેઆમ લૂંટી રહ્યા છે. ઘૂંટુરોડ પર ફરતી એક સીએનજી રીક્ષાનો વિડિઓ આજે સોશિયલ મીડિયામાં વાયરલ થતા આ બાબતને પુષ્ટિ મળી છે.

પાન પાર્લરોને નિયમોને આધીન ખુલ્લી રાખવાની છૂટ મળતા પાન-ફાકીના બંધાણીઓમાં છવાયેલો આનંદ ત્યારે ઓછો થઈ ગયો જયારે મોટા ભાગની પાનની દુકાનો ખુલી જ નહીં. સોપારી, તંબાકુ, ગુટખા, બીડી-સિગારેટનો પૂરતો જથ્થો હોવા છતાં તેની સંગ્રહાખોરી થઈ ગઈ. ત્યાર બાદ આ જથ્થો કાળાબજારમાં વેંચવા માટેનો ખેલ શરૂ થયો હોય એવી ફરિયાદો ઉઠી. આ હકીકતની પુષ્ટિ કરતો એક વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં ઘુંટુરોડ પર એક સીએનજી રિક્ષામાં દોઢગણા ભાવ સાથે વ્યસનીઓમાં પ્રસિદ્ધ તંબાકુનું વેંચાણ થતું હોવાનું સામે આવ્યું છે. જે તંબાકુની મૂળ વેંચાણ કિંમત 800 રૂપિયા છે તેને 1300 રૂપિયાના ભાવથી ખુલ્લેઆમ વેંચવામાં આવી રહી છે

સામાન્ય રીતે પેક્ડ ચીજવસ્તુ પર છાપેલી એમઆરપીથી વધુ ભાવ લઇ શકાતો નથી. જો કે તંબાકુ, બીડી, ગુટખા, સિગારેટ અને ત્યાં સુધી કે પાણીના ભાવે મળતી ચૂનાની પડીકીમાં પણ વધુ ભાવ લેવાતો હોવા છતાં વ્યસનીઓ મને-કમને વધુ ભાવ આપીને આવી ચીજ-વસ્તુઓ લેવા મજબુર બન્યા છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/