મોરબીમાં વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્શ ઝડપાયો

0
104
/
/
/

મોરબીના સામાકાંઠે આવેલ સો-ઓરડીના વરીયાનગરમાંથી પડતર મકાનમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એકને મોરબી એલસીસી ટીમે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબીના સો-ઓરડી વિસ્તારમાં આવેલ વરિયાનગરમાં રહેતા સંદીપ બેચરભાઈ ચાઉં (ઉ.૨૮) વાળાએ રહેણાંક મકાનની બાજુમાં આવેલ પડતર મકાનમાં દારૂનો જથ્થો છુપાવીને રાખ્યો હોવાની બાતમીના આધારે દરોડો પાડી ત્યાંથી દારૂની બોટલ નંગ-૧૯૮ કીમત રૂ.૯૧,૦૮૦ સાથે આરોપી સંદીપને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/