મોરબી: મોરબીના સામાકાંઠે આવેલા ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતી યુવતી તેના ઘેર સુતી હતી ત્યારે અકસ્માતે તેનો હાથ બાજુમાં પડેલ ટેબલ ફેનને અડી જતા શોટ લાગતા યુવતીનું મોત નિપજયુ હોવાનું જાણવા મળેલ છે.
મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકના એએસઆઇ અશોકભાઈ સારદીયા પાસેથી મળતી માહિતી મુજબ શહેરના સામાકાંઠે આવેલા ઇન્દિરાનગર વિસ્તારમાં સમર્પણ હોસ્પિટલની પાછળ રહેતા મિલનભાઈ ઝિંઝુવાડીયાની ૧૭ વર્ષીય પુત્રી પ્રિયાબેન ઉર્ફે દિયુબેન મિલનભાઇ તેમના ઘેર ગઈકાલે બપોરે સૂતી હતી દરમ્યાનમાં તેણીનો હાથ બાજુમાં પડેલ ટેબલ ફેનને અડી જતા તેણીને ઈલેક્ટ્રીક શેાટ લાગ્યો હતો જેથી પ્રિયાબેન ઉર્ફે દિયુબેન મિલનભાઇ ઝિંઝુવાડીયા (૧૭) નું ઘટના સ્થળે મોત નિપજતા મૃતદેહને પીએમ અર્થે સિવિલે લઈ જવાયો હતો અને બાદમાં આ અંગે પોલીસ મથકે નોંધ કરીને બનાવી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide