ટંકારા: વાડીએથી વાયર અને ઇલેક્ટ્રિક મોટર મળીને રૂ. ૨૮૯૦૦ ના મુદ્દામાલની ચોરી

0
69
/

ટંકારા નજીક શીતળા મા ની ધાર તરીકે ઓળખાતા વિસ્તારની અંદર આવેલ વાડીમાંથી તસ્કરો વાયર અને ઇલેક્ટ્રિક મોટર ચોરી ગયા છે જેથી હાલમાં ભોગ બનેલા યુવાને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ૨૮૯૦૦ નો મુદ્દામાલની ચોરી થયો હોવાની ફરિયાદ નોંધાવી છે માટે ટંકારા પોલીસે ગુનો નોંધીને કરવા માટે તેને જુદી જુદી દિશામાં તજવીજ હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે ટંકારાના ખડિયાવાસ વિસ્તારની અંદર રહેતા રમેશભાઇ અંબારામભાઈ ગેડિયા (ઉંમર વર્ષ ૪૫) ની વાડી શીતળા મા ની ધાર તરીકે ઓળખાતા વિસ્તારમાં આવેલી છે આ વાડીની અંદર ગેરકાયદેસર પ્રવેશ કરીને ઇલેક્ટ્રીક બોર્ડ તેમજ લેમ્પ અને વાંસના બમ્બુ અને ઇલેક્ટ્રિક મોટર મળીને અજાણ્યા શખ્સ કુલ મળીને ૨૮૯૦૦ ના મુદ્દામાલની ચોરી કરી ગયેલ છે જેથી કરીને રમેશભાઈએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/