મોરબીમાં પોલીસ દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર ફ્લેગ માર્ચ યોજાઈ

0
62
/

મોરબી : હાલમાં અનલોક-1 માં સાંજના સાત વાગ્ય સુધી દુકાનો ખુલ્લી રાખવા અને રાત્રીના 9 વાગ્યા સુધી જ લોકોને અવરજવર કરવાની છૂટ આપવામાં આવી છે. ત્યારે આ નિયમોનું યોગ્ય રીતે પાલન થાય તે માટે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા આજે મોડી સાંજના સમયે શહેરમાં ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી.

જેમા એ ડિવિઝન પીઆઇ સહિતના પોલીસ સ્ટાફે ગાડીઓના કાફલા સાથે એ ડિવિઝન પોલીસ મથકેથી રવાપર રોડ, રવાપર ચોકડી થઈ ઘુનડા રોડ, ઉમિયા સર્કલ, શનાળા રોડ, પંચાસર રોડ, વાવડી રોડ સહિતના વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કરી હતી અને પોલીસ વાનમાંથી માઇક દ્વારા લોકોને રાત્રીના 9 વાગ્યા પછી અવરજવર ન કરવા અને સાંજના સાત વાગ્યા પછી દુકાનો બંધ રાખવાની અને આ નિયમનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરવાની સૂચના આપેલ હતી.


વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/