મોરબી : મોરબીમાં લાંબા સમય બાદ પાન-માવાની દુકાનોને ખોલાવીની શરતી મંજૂરી મળતાની સાથે જ બંધાણીઓએ મનોમન નિર્ણય કરી લીધો હતો કે બસ હવે બહુ થયું પાન-માવાના કાળા બજાર કરનારાઓને ખાટવા દેવા નથી અને કાળા બજારીઓથી હવે લૂંટાવું નથી, તેમ માનીને છેલ્લા બે-ત્રણ દિવસથી લોકો પાન-માવા ખરીદવા માટે ભારે પડાપડી કરી રહ્યા છે. મોરબી આજે પણ પાન-માવા ખરીદવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. જોકે આજે પણ હોલસેલ અને છૂટકની અમુક જ દુકાનો ખુલી હતી. જેમાં પણ મસમોટી લાઈનો લાગતા એ દુકાનો પણ બંધ કરવી પડી હતી. જ્યારે બીજી બાજુ લોકોમાં ફરિયાદ ઉઠી છે કે વેપારીઓ જાણી જોઈને દુકાનો બંધ રાખી કાળા બજાર કરી રહ્યા છે.મોરબીમાં આજે વહેલી સવારના 4 વાગ્યાથી જ પાન-માવાની હોલસેલની દુકાનોમાં બંધાણીઓએ લાઈનો લગાવી હતી. અને સવારના 8 વાગ્યા સુધીમાં અમુક દુકાનોમાં 500 થી વધુ લોકો એકઠા થઇ ગયા હતા. જોકે લાઈનો લાગવાની અવ્યવસ્થા સર્જાતી હોય સાવચેતીના ભાગરૂપે મોટાભાગના હોલસેલરો અને છૂટક પાન-માવા સિગારેટ તમાકુ, બીડીના ધંધાર્થીઓએ આજે પણ દુકાનો બંધ રાખી હતી. જેથી, માત્ર અમુક દુકાનો જ ખુલ્લી જોવા મળી હતી અને હોલસેલના માત્ર 3 કે 4 વેપારીઓએ દુકાનો ચાલુ રાખી હતી. અમુક જે દુકાનો ખુલી હતી જ્યાં લોકોની મોટી લાઈનો લાગી હતી. રેશનિંગ કરતા પણ પાન-માવા માટે મોટી લાઈનો લાગી હતી. જેથી, વેપારીઓએ લોકોની ભીડના કારણે દુકાનો બંધ કરી દીધી
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide