વાંકાનેર : માલઢોરના વાડાની વાડ ખસેડવા મામલે આધેડને ફડાકા ઝીંક્યા

0
31
/
/
/

વાંકાનેર : વાંકાનેર તાલુકાના રંગપર ગામે માલઢોરના વાડાની વાડ ખસેડવા મામલે આધેદને એક શખ્સે ગાળો આપી ફડાકા ઝીકીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આધેડે આ બનાવની ફરિયાદ નોંધાવતા વાંકાનેર તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર વાંકાનેર તાલુકાના રંગપર ગામે રહેતા અને ખેતીનો ધંધો કરતા સુખાભાઇ વિરાભાઇ મકવાણા ઉ.વ. ૫૧ એ આરોપી મોટભાઇ ઓધડભાઇ ખાચર સામે ફરિયાદ નોંધાવી હતી કે ગઈકાલે તા.૨૦ ના રોજ રંગપર ગામે ફરીયાદીએ આરોપીના દિકરા હરેશભાઇ જેઓને ફરીયાદીના માલઢોર રાખવાના વાડાની વાડ જે.સી.બી.થી ખસેડતા તેને અટકાવતા તેનો ખાર રાખી આરોપીએ ફરીયાદીને તમે મારો દિકરો હરેશભાઇ તમારા વાડાની વાડ ખસેડતો હતો. તેને વાડ કેમ ખસેડવા દીધી નહોતી એમ કહી ગાળો આપી કાંઠલો પકડી ગાલ પર લાફો મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે આરોપી સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/