મોરબીના મહેન્દ્રપરામાં પિતા-પુત્ર બાદ દાદીમા પણ કોરોનાથી થયા સંક્રમિત

0
159
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/
મહેન્દ્રપરામાં નગવાડિયા પરિવારના પિતા-પુત્ર બાદ દાદીનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો : આજે શનિવારે વધુ એક કોરોના પોઝિટિવ કેસ સાથે કુલ કેસ થયા 40

મોરબી : મોરબીમાં કોરોનાનો પગપેસારો યથાવત રહ્યો છે. આજે શનિવારે વધુ એક પોઝિટિવ કેસ સાથે જિલ્લાના કુલ કેસની સંખ્યા 40 થઈ ગઈ છે.

મળતી માહિતી મુજબ ગઈકાલે મહેન્દ્રપરામાં રહેતા નગવાડિયા પરિવારના પિતા-પુત્રના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ આ પરિવારના 80 વર્ષના વૃદ્ધાનો રિપોર્ટ પણ આજે પોઝિટિવ આવ્યો છે. આ વૃદ્ધા ગત તારીખ 1 જુલાઈથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ છે. જ્યાં તેમનું સેમ્પલ લેવાયા બાદ આજે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આમ એક જ પરિવારના ત્રણ સભ્યો કોરોનાથી સંક્રમિત થયા છે. જેમાં આજે પોઝિટિવ આવેલ 80 વર્ષના દાદી કસ્તુરબેન રણછોડભાઈ નગવાડિયા અને ગઈકાલે પોઝિટિવ આવેલા તેમના પુત્ર કાંતિભાઈ નગવાડિયા અને તેમના પૌત્ર જીજ્ઞેશભાઈ નગવાડિયાનો સમાવેશ થાય છે. જ્યારે આજે શનિવારે એક પોઝિટિવ કેસ સાથે મોરબી જિલ્લામાં કુલ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 40 સુધી પોહચી ગઈ છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/