જોધપર ગામની સીમમાં બંગલામાં જુગારનો પાટલો માંડનાર સાત શખ્સો પકડાયા
મોરબી : હાલ મોરબી તાલુકાના જોધપરમાં આવેલ ફ્લોરા હાઉસના બંગલામાં જુગાર કલબ ધમધમતી હોવાની બાતમીને આધારે એલસીબી ટીમે દરોડો પાડી સાત જુગારીઓને રૂ.5.14 લાખની રોકડ સહિત છ લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી લેતા જુગારી આલમમાં ફફડાટ મચી ગયો છે.
મોરબી એલસીબી ટીમને મળેલી સચોટ બાતમી મળી હતી કે જોધપુર ગામની સીમમાં આવેલ ફ્લોરા હાઉસના બંગલા નંબર 15માં રવાપર રોડ ઉપર રહેતા કિશોરભાઈ ગણેશભાઇ અધારા બહારથી માણસો બોલાવી ગંજીપતાના પાના વડે પૈસાની હારજીતનો જુગાર રમાડે છે. જેને પગલે એલસીબી ટીમે ઉપરોક્ત સ્થળે દરોડો પાડતા (૧) કિશોરભાઇ ગણેશભાઇ અધારા,ઉ.૫૦ રહે.રવાપર રાધે હાઇટસ ફલેટ નંબર-૬૦૨ (૨) રાજેશભાઇ સવજીભાઈ બાવરવા,ઉ.૪૦ રહે.વીરપર, તા.ટંકારા (૩) મહેશભાઇ ચતુરભાઈ ચાડમીયા પટેલ ઉવ.૩૬ રહે.રવાપર રાધે હાઇટસ ફલેટ ન.૨૦૧ (૪) જયસુખભાઇ ઠાકરશીભાઇ કાસુન્દ્રા ઉ.૩૯ રહે.રવાપર વેલકમ પ્રાઇડ, સી-૩૦૨ તા.જી.મોરબી (૫) રણજીતભાઇ હરજીભાઇ કાવઠીયા, ઉવ-૪૫ રહે. મોરબી યદુનંદન પાર્ક – રવાપર રોડ, (૬) અલ્પેશભાઇ નાથાભાઇ ભાલોડીયા ઉવ.૩૩ રહે.વીરપર તા. ટંકારા જી.મોરબી અને (૭) સંજયભાઈ બાબુ ભાઈ ચૌહાણ, ઉવ ૪ર રહે.મોરબી રવાપર રોડ,અનુપમ સોસાયટી વાળાઓને રોકડ રૂ.૫,૧૪,૦૦૦ તથા અલગ અલગ કંપનીના મોબાઇલ ફોન નંગ-૭ કુલ કિ.રૂ.૧,૦૯,૦૦૦ના મુદામાલ સાથે સાતેય આરોપીઓને પકડી પાડી આરોપીઓ વિરૂધ્ધ જુગાર ધારા કલમ હેઠળ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર પણ કરાવેલ છે.પોલીસની આ સફળ કામગીરી ઇન્ચાર્જ એલસીબી પો.ઇન્સ. એન.બી.ડાભી, હેડ કોન્સ્ટેબલ દિલીપભાઇ ચૌધરી,ચંદુભાઇ કાળુભાઇ કાણોતરા, ભગીરથસિંહ સુખદેવસિંહ ઝાલા, દશરથસિંહ ગગુભા પરમાર, દશરથસિંહ રણજીતસિંહ ચાવડા વગેરેએ કરેલ હતી
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide