મોરબી: ‘અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ’ મોરબી દ્વારા SFS આયામ હેઠળ મોરબીની પછાત વસ્તી ધરાવતા વિસ્તારોના બાળકો સાથે ધુળેટી પર્વની ઉજવણી કરી હતી.
એબીવીપી સંગઠન 1949ની સાલથી વિધાર્થીઓના પ્રશ્નો માટે રચનાત્મક તેમજ આંદોલનાત્મક કાર્ય કરતું વિશ્વનું સૌથી મોટું છાત્ર સંગઠન છે. ABVPના જ SFS એટલેકે ‘સ્ટુડન્ટ ફોર સેવા’ આયામ અંતર્ગત વિવિધ સેવાના કાર્યો કરે છે. ABVP મોરબી શાખા દ્વારા ધુળેટીના પાવન પર્વ નિમિતે મોરબી શહેરના પૂલ નીચે તેમજ ઉમિયા સર્કલ પાસે રહેતા પછાત વસ્તી ધરાવતા વિસ્તારોમાં નાના બાળકો તેમજ ભાઈઓ-બહેનોને અલ્પાહાર આપવામાં આવ્યો હતો. તેમજ તેમની સાથે ધુળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)
ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...
મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...