મોરબી: કોરોના પોઝિટિવ વૃધ્ધાના સંપર્કમાં આવેલા 4 લોકોના સેમ્પલનો રિપોર્ટ આજે થશે જાહેર

0
111
/

50 સ્ક્રીનીંગ સેમ્પલ મળી આજે કુલ 54 લોકોના સેમ્પલ લેતું આરોગ્ય તંત્ર

મોરબી : મોરબીમાં કોરોનાગ્રસ્ત વૃધ્ધાના સંપર્કમાં આવેલા 4 લોકોના આરોગ્ય વિભાગે સેમ્પલ લીધા છે. આ સાથે અન્ય 50 રૂટિન સ્ક્રીનીંગ સેમ્પલ મળી આજ રોજ કુલ 54 સેમ્પલ લઈને તેને રિપોર્ટ માટે મોકલી આપવામાં આવ્યા છે.

મોરબીના વાવડી રોડ પર રેવાપાર્ક સોસાયટીમાં રહેતા અને મુંબઈથી આવેલા ઉષાબેન ઘનશ્યામભાઈ નામના 60 વર્ષીય મહિલાને કોરોના પોઝિટિવ આવ્યો હતો. બાદમાં આજ રોજ આરોગ્ય વિભાગે આ વૃધ્ધાના સંપર્કમાં આવેલા 4 લોકોના સેમ્પલ લીધા છે. વધુમાં રાબેતા મુજબ 50 સ્ક્રીનીંગ સેમ્પલ પણ લીધા છે. આમ આજે 54 દર્દીઓના સેમ્પલ લેબમાં રિપોર્ટ માટે મોકલી આપવામાં આવ્યા છે. જે રિપોર્ટ આજે જાહેર થવાના છે

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/