મોરબીમાં જયાપાર્વતીના જાગરણની ઉલ્લાસપૂર્વક ઉજવણી

0
289
/

કેસરબાગ અને પુલ પર માનવ મહેરામણ ઉમટ્યું : એકંદરે શાંતિપૂર્ણ વાતાવરણમાં જાગરણ સંપન્ન

મોરબી : ગત રાત્રીએ મોરબીની જયાપાર્વતીનું વ્રત કરનારી યુવતીઓએ આનંદ અને ઉલ્લાસપૂર્વક જાગરણ પૂરું કર્યું હતું. પાંચ દિવસની પૂજા કરીને ગત રાત્રીએ જાગરણ કરીને ગૌરીવ્રત પૂર્ણ થયું હતું. મોરબીના વિવિધ વિસ્તારો, ખાસ કરીને કેસરબાગ અને પુલ પર માનવ મહેરામણ જોવા મળ્યું હતું.અષાઢ વદ બીજ એટલે જયાપાર્વતીનું જાગરણ. આ દિવસના અગાઉના પાંચ દિવસ ગૌરીમાતાની પૂજા કરીને છેલ્લા દિવસે યુવતીઓ આખી રાત જાગરણ કરે છે. મોરબીની યુવતીઓએ પણ આનંદ અને ઉલ્લાસપૂર્વક જાગરણ પસાર કર્યું હતું. જાગરણ દરમિયાન કેસરબાગ, પુલ અને મહેન્દ્ર ડ્રાઈવ રોડ પર જાણે મેળો જામ્યો હોય, એવું વાતાવરણ જોવા મળ્યું હતું. શહેરના બાયપાસ રોડ પર પણ માણસો જોવા મળ્યા હતા. અમુક યુવતીઓએ ઘરમાં તથા શેરીમાં જુદી-જુદી રમતો અને ગરબા રમીને તથા ઘરમાં ચોપાટ જેવી રમતો રમીને જાગરણ કર્યું હતું.જાગરણ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને, એ માટે એ તથા બી ડિવિઝનની પોલીસ સતત પેટ્રોલિંગમાં હતી. પોલીસે પેટ્રોલિંગ દરમિયાન અમુક છાકટા બનેલા યુવાનોની સરભરા પણ કરી હતી. આમ જાગરણ એકંદરે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું હતું.

મોરબીના વધુ સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

The Press Of India ના વ્હોટ્સએપ ગૃપ માં જોડાવા નીચેની લિન્ક પર ક્લિક કરો

https://chat.whatsapp.com/CTjqfxZhxHMDs0kXGSjRD8

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/