અત્યાર સુધીમાં કુલ 174 કેસ નોંધાયા, જેમાંથી 91 દર્દીઓ રિકવર થયા : હાલ એક્ટિવ કેસ 72
મોરબી : મોરબી માટે આજનો દિવસ સારો રહ્યો છે. જો કે આજના દિવસે કુલ 9 નવા કેસ સામે આવ્યા છે. પરંતુ બીજી તરફ એકસાથે 19 દર્દીઓ કોરોનાને મ્હાત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે. આમ જિલ્લામાં સાજા થયેલા દર્દીઓનો આંકડો 91એ પહોંચી ગયો છે.
મોરબી જિલ્લામાં આજે 9 પોઝિટિવ કેસ જાહેર થયા છે. જેમાં 6 મોરબીના , 2 હળવદના તથા 1 વાંકાનેરના કેસનો સમાવેશ થાય છે. જો કે આજના દિવસે મોટી ખુશખબર પણ સામે આવી છે. જેમાં આરોગ્ય તંત્રએ જાહેર કર્યા મુજબ આજે એકસાથે 19 કોરોનાના દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જેથી તેઓને રજા આપી ઘરે પરત મોકલાયા છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide