રવિવાર આજે મોરબીમાં 2, હળવદમાં 2 સહિત વધુ 4 કેસ નોંધાયા, આજના કેસ 9 : જિલ્લામાં કુલ 174

0
142
/
મોરબી જિલ્લાના કોરોના કેસનો આંકડો વધીને થયો 174

મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાએ વધુ સ્પીડ પકડી છે. આજે રવિવારે સાંજે 6 વાગ્યા સુધીમાં કુલ નવ કેસ નોંધાઇ ચુક્યા છે. જેમાં વાંકાનેરમાં 1, હળવદમાં 2 અને 6 કેસ મોરબીમાં નોંધાયા છે. આ સાથે મોરબી જિલ્લાના કુલ કેસનો આકડો 174 પર પોહચી ગયો છે.

મોરબી જિલ્લામાં રવિવારે 5.45 વાગ્યા પહેલા પાંચ કેસ નોંધાયા હતા. જેમાં એક વાંકાનેર અને ચાર મોરબીમાં નોંધાયા હતા (જેની વિગત આગળના સમાચારમાં આપેલ છે) ત્યાર બાદ રવિવારે પોણા છ વાગ્યાની આસપાસ જામનગર મોકલાયેલા સેમ્પલમાંથી મોરબી જિલ્લામાં કોરોનાના નવા ચાર કેસ નોંધાયા છે. આ ચાર કેસની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના રવાપર રોડ ઉપર ગોકુલનગરમાં આવેલ શ્યામ એપાર્ટમેન્ટમાં રહેતા 40 વર્ષના યુવાન તેમજ મોરબીના 40 વર્ષના મહિલા ( આ મહિલાના રહેઠાણનું સરનામું જાહેર થયું નથી) તેમજ હળવદ તાલુકાના જુના ધનાળા ગામે રહેતા 42 વર્ષના મહિલા અને હળવદના 21 વર્ષના યુવાન ( આ યુવાનના રહેઠાણનું સરનામું જાહેર થયું નથી)નો આજે કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. આ સાથે આજના કુલ નવ કેસ થયા છે. અને આ સાથે મોરબી જિલ્લાના કોરોનાના કુલ કેસનો આંકડો 174 થઇ ગયેલ છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/