મોરબીમાં તોફાની પવન સાથે કરા પડતા ઠેર-ઠેર નુક્શાની

0
148
/

મોરબી : મોરબીમાં આજે વહેલી સવારથી કમોસમી વરસાદની શરૂઆત વચ્ચે સાડા નવેક વાગ્યાના અરસામાં ઝંઝાવાતી પવન સાથે કમોસમી કરા સાથેનો વરસાદ વરસતા લોકોમાં ગભરાટનો માહોલ છવાઈ ગયો હતો. સાથે જ તોફાની પવનના કારણે અનેક જગ્યાએ નાના મોટી નુકશાની થયાના પણ અહેવાલો સાંપડી રહ્યા છે તો સિરામિક ફેકટરીના પતરા ઉડવાની અને નુકશાની થયાની વિગતો બહાર આવી છે.

મોરબીમાં વિક્રમ સવંતના નવા વર્ષના પ્રારંભે કારતક મહિનાના હવામાન વિભાગની આગાહી મુજબ આજ સવારથી મોરબી જિલ્લામાં વાતાવરણમાં પલટો આવવાની સાથે કમોસમી વરસાદ શરૂ થયો હતો અને સવારે વાંકાનેરમાં કરાનો કમોસમી વરસાદ વરસ્યા બાદ સાડા નવેક વાગ્યાના અરસામાં મોરબી શહેરમાં પણ તોફાની પવન સાથે મોટા મોટા કરાનો વરસાદ વરસતા અનેક જગ્યાએ સોલારની પેનલો તેમજ સોલાર ટ્યુબમાં નુકશાન પહોંચવાની સાથે મોરબી પંથકમાં અનેક સિરામીક ફેક્ટરીઓના પતરા ઉડી ગયા હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે.

મોરબીમાં ઝાંઝવાતી પવન સાથે દસેક મિનિટ સુધી કરા પડતા નુકશાની વ્યાપક હોવાનું પ્રાથમિક અહેવાલોમાં જાણવા મળી રહ્યું છે અને મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ હરેશભાઇ બોપલીયા અને પૂર્વ પ્રમુખ નિલેશભાઈ જેતપરિયાએ પણ ઉદ્યોગને નુકશાન પહોંચ્યું હોવાનું જણાવ્યું હતું.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/