મોરબીમાં જર્જરિત થયેલ શેડ કે અન્ય ભાગોને ત્વરિત રીપેરીંગ કરાવવા જિલ્લા કલેકટરની સૂચના

0
96
/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી: હાલ જિલ્લામાં આવેલ તમામ કારખાનાના માલીક / સંચાલકોને સુચિત કરવામાં આવે છે કે, તાજેતરમાં તારીખ 26/11/2023 ના રોજ આવેલ તેજ પવન સાથે કમોસમી કરા નો વરસાદ પછી આપના કારખાનામાં અગર કોઈ જુના કે જર્જરીત કે તૂટી જવાની સંભાવના હોય તેવા બિલ્ડીંગ ના ભાગો કે અન્ય જોખમી ભાગો હોય તો આવા દરેક ભાગો ને તાકીદે રીપેરીંગ કરશો અને આવા દરેક ભાગોની આજુબાજુ કોઈપણ શ્રમીક/શ્રમયોગી/વ્યક્તિ ના જાય તેની પૂરતી તકેદારી રાખશો તથા સિમેન્ટ શિટના છાપરાના રીપેરીંગ કે પતરા બદવાની કામગીરી માટે કોઈપણ શ્રમિકોને કામે રોકતા પહેલા તેઓની પુરતી સલામતી માટે IS સ્ટાન્ડર્ડના સલામતીના સાધનો જેવાકે સેફટી બેલ્ટ, સેફટી હાર્નેસ, હેલ્મેટ, ક્રાઉલિંગ બોર્ડ, વગેરે સાધનો અચૂક આપવા તથા કામગીરી શરુ કરતા પહેલા “પરમીટ-ટુ-વર્ક એટ હાઈટ” સિસ્ટમનો અમલ થાય તથા આવી કામગીરી જવાબદાર વ્યક્તિના સતત સુપરવિઝન હેઠળ જ કરવામાં આવે તે સુનિસ્ચિત કરવા જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યા તેમજ મોરબી જિલ્લા ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય વિભાગ નાયબ નિયામક ઉદય રાવલ દ્વારા જણાવવામાં આવે છે.

વધુમાં જણાવવાનું કે એલપીજી ટેંક અને એલપીજી/નેચરલ ગેસની પાઇપલાઇન ચાલુ કરતા પહેલા લાઈનમાં કોઈપણ જાતની લીકેજ ન હોય તેની ખાતરી કરી લેવી અને એલપીજી/નેચરલ ગેસ વપરાશ અંગેની SOP ચુસ્ત રીતે અમલ કરવી અને એલપીજી લીકેજ ના થાય તે અંગે તેના સુરક્ષા ના સાધનો જેવા કે એલપીજી સેન્સર, એલપીજી/નેચરલ ગેસ લીકેજ ડિટેક્ષન સિસ્ટમ અને ફાયર ફાઈટિંગ ના સાધનો કામ કરે છે કે નહીં તેની સુનિશ્ચિત કરવી અને લેમીનેટના કારખાનામાં ફોર્માલ્ડિહાઈડ ના પ્લાન્ટ ચાલુ કરતા પહેલા ફિનોલ, મિથેનોલ તથા ફોર્માલ્ડિહાઈડ ની પાઇપલાઇન યોગ્ય રીતે ચેક કરવી અને પ્લાન્ટ ચાલુ કરવા અંગેની સુરક્ષિત SOP અમલ કરવી.

જો તેમ કરવામાં ચૂક થશે કે કોઈપણ શ્રમિકોને અકસ્માત નડશે તો નાયબ નિયામક, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી, મોરબી કચેરી દ્વારા કારખાના ધારા-૧૯૪૮ હેઠળ સખ્ત કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે જેની નોંધ લેવી.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/