સ્થાનિક રહેવાસીઓ તથા વેપારીઓએ ઉર્જામંત્રીને પત્ર લખીને કરી રજુઆત
મોરબી : પરશુરામ ફીડર હેઠળ આવતા વીજ ગ્રાહકોએ અનિયમિત વીજ પુરવઠાથી કંટાળીને સ્થાનિક તેમજ ઉચ્ચ કક્ષાએ પત્ર લખી વીજ પુરવઠો નિયમિત કરવા રજુઆત કરી છે.
શોભેશ્વર રોડ, ગ્રીનલેન્ડ પાર્ક, ગેલેક્સી સોસાયટી સહિતના વિસ્તારના લોકોએ પાછલા 15 દિવસથી અનિયમિત મળી રહેલા વીજ પુરવઠાને લઈને સ્થાનિક તેમજ ઉચ્ચ કક્ષાએ પત્ર લખી સમસ્યાનું સત્વરે નિરાકરણ કરવાની રજુઆત કરી છે. ચોમાસા પૂર્વે કરવાની થતી પ્રિમોન્સૂન કામગીરીને લઈને પીજીવીસીએલ સામે સવાલો ઉઠી રહ્યા છે. અનિયમિત વીજ પુરવઠાને લઈને સ્થાનીય રહેવાસીઓ તથા વેપારીઓ પાછલા 15 દિવસથી પરેશાન થઈ રહ્યા હોય અને તંત્ર દ્વારા ફરિયાદ કાને ન ધરાતા આખરે સ્થાનિકોએ મુખ્ય ઉર્જા સચિવ- ગાંધીનગર, સાંસદ વિનોદ ચાવડા, જિલ્લા કલેકટર મોરબી તથા પીજીવીસીએલના એન્જીનીયરને પત્ર લખી સ્થાનિકોની મુશ્કેલી દૂર કરવા પરશુરામ ફીડર હેઠળ આવતા વિસ્તારોમાં સત્વરે કામગીરી કરવા રજુઆત કરી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide