મોરબી: કૃષ્ણ ભગવાન પર વિવાદિત ટિપ્પણી મુદ્દે મોરારીબાપુ સામે રાજપૂત સમાજ દ્વારા ફરિયાદ

0
284
/

મોરબી : તાજેતરમાં કૃષ્ણ ભગવાન અને દ્વારિકાનગરી પર ટિપણની કરીને રામ કથાકાર મોરારીબાપુ વિવાદમાં આવ્યા હતા. જો કે ત્યાર બાદ મોરારીબાપુએ સ્પષ્ટતા કરીને આ અંગે કોઈની લાગણી દુભાઈ હોય તો માફી માંગુ છું કહીને વિવાદનો અંત લાવવા અનુરોધ પણ કર્યો હતો. આમ છતાં હજુ ક્યાંકને ક્યાંક રામ કથાકાર મોરારીબાપુ સામે નારાજગી જોવા મળી રહી છે.

ત્યારે મોરબી રાજપૂત સમાજના અગ્રણી મહાવીરસિંહ જાડેજાએ સાયબર ક્રાઇમમાં મોરારીબાપુ સામે અરજી કરીને તેઓએ કૃષ્ણ અને દ્વારિકાનગરી વિષે કરેલી વાંધાજનક ટિપ્પણીને લઈને ક્રાઇમ બ્રાન્ચના પીઆઇને લેખિત ફરિયાદ અરજી આપી છે. અરજીમાં જણાવ્યા મુજબ મોરારીદાસ હરીયાણી(મોરારીબાપુ) પોતાના પ્રવચનોમાં કે કથામાં અન્ય સંપ્રદાય વિષે પોતાના અંગત મઁતવ્યો રજૂ કરે છે જે અન્ય સંપ્રદાયની લાગણી દુભાઈ તેવા હોય છે. જેનો રાજપૂત સમાજે વિરોધ કરીને કથાકારના આ પ્રકારના મઁતવ્યોને વખોડે છે અને તેની સામે શિક્ષાત્મક પગલાં ભરવાની માંગણી આવેદનમાં કરી છે. મોરબી ક્રાઇમ બ્રાન્ચમાં આવેદન આપતી વેળાએ રાજપૂત સમાજના પ્રમુખ રઘુવીરસિંહ ઝાલા, જ્યોતીસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ ઝાલા અને મહાવીરસિંહ જાડેજા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/