મોરબીના યદુનંદન પાર્કમાં રહેતો યુવક કોરોના પોઝિટિવ

0
454
/

મોરબી : મોરબીમાં ગઈકાલે 3 પોઝિટિવ કેસ નોંધાયા બાદ આજે 1 કેસ સામે આવ્યો છે. જેમાં યદુનંદન પાર્કમાં રહેતા 44 વર્ષના યુવક કોરોનાથી સંક્રમિત થયા હોવાનું જાણવા મળ્યું છે. આજે ફરી 1 કેસ પોઝિટિવ જાહેર થતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ગઈકાલે રાજકોટમાં આવેલ સ્ટાર સીનર્જી હોસ્પિટલ ખાતે દાખલ મોરબી શહેરના શનાળા રોડ પરના યદુનંદન પાર્ક વિસ્તારમા રહેતા 45 વર્ષના જયેશભાઇ ઠાકરનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવેલ છે. હાલમા મળતી પ્રાથમિક માહિતી મુજબ તેઓની થોડા દિવસ પહેલાંની અમદાવાદની ટ્રાવેલ હિસ્ટ્રી હોવાનું માલૂમ થયેલ છે. હાલ દર્દી રાજકોટની સ્ટાર સીનર્જી હોસ્પિટલ ખાતે દાખલ છે. આ કેસ પોઝિટિવ આવતા સર્વે, કંટેનમેન્ટ ઝોન, બફર ઝોન સહિતની અન્ય તમામ કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી રહેલ છે. ઉલ્લેખનીય છે કે આ કેસ સહીત મોરબી જિલ્લામાં કોરોના પોઝિટિવ કુલ 28 કેસ નોંધાયા છે.

ઉલ્લેખનીય છે કે કોરોના સંક્રમિત જયેશભાઈ ભૂપતભાઈ ઠાકર મહેશ હોટલના માલિક છે. તેઓ પહેલા શનાળા રોડ પરની મહાવીર સોસાયટીમાં રહેતા હતા. પરંતુ 15 દિવસ આસપાસથી યદુનંદન પાર્કમાં આવેલા તેમના ઘરમાં સામાન શિફ્ટ કર્યો હતો. તેમજ જયેશભાઈ અઠવાડિયા પહેલા અમદાવાદ ગયેલા હતા. બાદમાં મોરબી પરત ફર્યા ત્યારથી તેઓને તાવ, શરદી જેવા લક્ષણો દેખાતા મોરબીના ખાનગી દવાખાનામાં નિદાન કરાવ્યું હતું. ગત તા. 29 જૂનના રોજ તેઓને રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ગઈકાલે તેમના સેમ્પલ લેવામાં આવ્યા હતા. અને આજે તેમનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. હાલમાં જયેશભાઇ રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/