મોરબીમાં કોરનાનો વધતો કહેર : મહેન્દ્રપરામાં વધુ એક વૃદ્ધ સંક્રમિત: કુલ કેસ 30

0
391
/

મોરબી : મોરબી શહેરમાં કોરોનાનો ગ્રાફ સતત ઊંચે ચડતો જાય છે. આજે સવારે કોરોનાનો કેસ નોંધાયા બાદ હવે બીજો કેસ સામે આવ્યો છે. જેમાં મહેન્દ્રપરાં વિસ્તારમા રહેતા 67 વર્ષના વૃદ્ધનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઇ છે.

આરોગ્ય વિભાગ પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના મહેન્દ્રપરાં વિસ્તારમા રહેતા 67 વર્ષના વૃદ્ધ રૈયાણી સાહબૂદીન રહેમતુલાને 2-3 દિવસથી શરદી અને તાવની તકલીફ હતી અને તેમને કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાતા તેમને રાજકોટ વેદાંત હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમના સેમ્પલ લઈને અમદાવાદની સુપ્રાટેક પ્રાઇવેટ લેબોરેટરીમા મોકલેલ હતા. ત્યારે આજે આ વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જોકે રાજકોટ હોસ્પિટલના ડોકટરના જણાવ્યા મુજબ આ દર્દીને સારણ ગાંઠના ઓપરેશન માટે સેમ્પલ લેવામાં આવ્યું હતું. વધુમા, દર્દીને 15 વર્ષથી ડાયાબિટીસની તકલીફ છે. પણ હાલમા દર્દીની તબિયત સારી છે. હાલ આરોગ્ય તંત્રએ દર્દીના રહેણાંક વિસ્તારમાં તકેદારીના પગલાં લેવાની તપાસ હાથ ધરી છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/