હાલ કોરોના મહામારીનો મહા રામબાણ ઈલાજ વૈજ્ઞાાનિકોને શોધી કાઢ્યો છે ત્યારે પુના સ્થિત એક મેડીકલ કંપનીએ કોરોનાની રસી વિકસાવી છે ત્યારે કેન્દ્ર સરકારે તેને માન્યતા આપ્યા બાદ આ રસીના લગભગ ૧૬ હજારથી વધુ કોવિશિલ્ડના ડોઝ બુધવારે સાબરકાંઠા જિલ્લામાં રાજ્ય સરકાર ધ્વારા મોકલી આપવામાં આવ્યા છે. જેનું રસીકરણ તા.૧૬ જાન્યુઆરીથી થનાર છે. અને તે મુજબ લગભગ ૯ સ્થળે તા.૧૬ જાન્યુઆરીથી રસી આપવાનો પ્રારંભ થશે. અને આ જથ્થો બુધવારે જિલ્લા આરોગ્ય વિભાગની નિગરાની હેઠળ કોલ્ડ સ્ટોરેઝમાં લાવી દેવાયો છે.
આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડા.રાજેશ પટેલ તથા રસીકરણની કામગીરી સંભાળતા હિંમતનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના અધિકારી ર્ડા.જયેશ પરમારના જણાવાયા મુજબ બુધવારે બપોરે ચાર વાગ્યાના સુમારે ગ્રીનકોરીડોરના માધ્યમથી સાબરકાંઠા જિલ્લામાં લગભગ ૯૦૦ કોરોના વોરીયર્સને વિનાભુલ્યે કોવિશિલ્ડ રસી આપવાની જાહેરાત કરાયા બાદ ગાંધીનગરથી રસીનો આ જથ્થો હિંમતનગર લાવી દેવાયો છે. અને તાલુકા સ્થળે આ જથ્થો મોકલવા માટેનું આયોજન પણ કરી દેવાયુ છે. અને તે જથ્થો શક્યતઃ તા.૧૫ જાન્યુઆરીના રોજ મોકલી આપવાનું આયોજન કરી દેવામાં આવ્યુ છે.
ઉલ્લેખનીય છે કે જ્યારે રસીકરણનો કાર્યક્રમ શરૂ થશે તેમાં આરોગ્ય વિભાગના જાણકાર ધ્વારા જે તે કોરોના વોરીયર્સને રસી આપવામાં આવશે અને તેની માત્રા ૦.૫ એમ.એલ. રાખવાની સુચના કોવિશિલના વાયલ પર દર્શાવાઈ છે. સાથોસાથ જે કોરોના વોરીયર્સને આ રસીના ડોઝ આપવામાં આવનાર છે તેમને કોઈ કિંમત ચુકવવાની રહેતી નથી. જેથી કોવિશિલ્ડની રસી વિનામુલ્યે મળશે.
જોકે બીજા તબક્કામાં કોરોના રસીનો કાર્યક્રમ જાહેર થયા બાદ રાજ્ય સરકાર ધ્વારા જે આદેશ થશે તેને જિલ્લા આરોગ્ય તંત્ર અમલી બનાવશે. ઉલ્લેખનીય છે કે પ્રથમ તબક્કામાં અપાનાર કોવિશિલ્ડ રસી જેને આપવામાં આવશે તે વ્યક્તિ આરોગ્ય વિષયકનો જાણકાર હશે બાકીના ચાર વ્યક્તિ તે અંગેની લેખિત કામગીરી કરશે. સથોસાથ એ પણ નોંધનીય છે કે તા.૧૫ જાન્યઆરીના રોજ હિંમતનગરથી કોવિશિલ્ડની રસીનો જથ્થો તાલુકા મથકે મોકલવામાં આવશે ત્યારે તેની સંપુર્ણ વિડીયોગ્રાફી સાથેની વિગતો રાજ્યના આરોગ્ય વિભાગને મોકલવામાં આવશે.
ર્ડા.જયેશ પરમારના જણાવાયા મુજબ બુધવારે સાંજે ચાર વાગ્યે કોવિશિલ્ડનો જે જથ્થો હિંમતનગર લવાયો હતો ત્યારે જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી તથા આરોગ્યકર્મીઓની ઉપસ્થિતીમાં જિલ્લાના કોલ્ડ સ્ટોરેઝમાં પણ રખાયો છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide