સાબરકાંઠામાં ચાલુ વર્ષે ચોમાસુ પાકનું વાવેતર ઘટયુ

0
16
/

હાલ મોરબી રેલવે સ્ટેશનથી પસાર થતી ડેમુ, અને નવલખી લાઈનની ગુડ્સ ટ્રેનને કારણે મોરબીના સામાકાંઠા વિસ્તાર તરફ જવાના મુખ્ય માર્ગ ઉપર દિવસભર નટરાજ ફાટકે ટ્રાફિક પ્રશ્ન સર્જાય છે. જેના કાયમી ઉકેલ માટે મોરબી નગરપાલિકા દ્વારા નટરાજ ફાટક ઓવરબ્રિજ નિર્માણ કરવા મહત્વપૂર્ણ પ્રોજેક્ટ સરકારમાં અને રેલવે તંત્ર સમક્ષ મુકવામાં આવ્યો છે અને અગાઉ 60 કરોડ રુપિયાના ખર્ચે ઓવરબ્રિજ નિર્માણ કરવા નક્કી થયા બાદ પ્રોજેક્ટ કોસ્ટમાં વધારાના રૂ.20 કરોડ મંજુર કરવામાં આવ્યા હોવાનું ચીફ ઓફિસર ગિરીશ સરૈયાએ જણાવ્યું હતું.

વધુમાં, મોરબી નગરપાલિકા પાસે ટેક્નિકલ ટીમ ન હોવાથી સમગ્ર પ્રોજેક્ટ પાલિકાની નિગેહબાની હેઠળ માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવનાર હોવાનું ચીફ ઓફિસર દ્વારા જણાવાયું હતું. દરમિયાન મોરબી માર્ગ અને મકાન વિભાગના અધિકારી હિતેશ આદ્રોજાએ નટરાજ ફાટક ઓવરબ્રિજ પ્રોજેક્ટ અંગે જણાવ્યું હતું કે ઓવરબ્રિજ માટેનો સર્વે સહિતની કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે અને ચોમાસાની વિદાય બાદ મોરબીનો મહત્વપૂર્ણ પ્રોજેક્ટ શરૂ થનાર હોવાનું ઉમેર્યું હતું.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/