ટંકારા : ટંકારા તાલુકાના સાવડી ગામમાં રહેતી એક પરિણીતાએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તેનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. આ બનાવની નોંધ ટંકારા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે.
સાવડી ગામમાં નરસીભાઇની વાડીએ રહેતા મંગાભાઇ મેડા (ઉ.વ. 25) એ ગત તા. 17ના રોજ સવારના આઠેક વાગ્યે પોતાના ઘરે અજાણ્યા કારણોસર ઝેરી દવા પી લીધી હતી. તેથી, તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બાદમાં વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાંથી તેઓને બેભાન હાલતમા વધુ સારવાર માટે રાજકોટ ખાતે સિવિલ હોસ્પિટલના ઇમરજનસી વોર્ડમા રીફર કરવામાં આવ્યા હતા. જ્યાં તેનું ગઈકાલે તા. 20ના રોજ સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. મૃતકનો લગ્નગાળો 5 વર્ષનો છે. હાલમાં પોલીસ દ્વારા બનાવની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide