મોરબી જિલ્લા ખેતીવાડી અધિકારીની જૂનાગઢ ખાતે બઢતી સાથે બદલી થઇ

0
59
/
/
/

મોરબી : કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના નિયંત્રણ હેઠળના ગુજરાત ખેતી સેવા વર્ગ એકમાં નાયબ ખેતી નિયામક તરીકે ફરજ બજાવતા 6 અધિકારીઓની બઢતી સાથે બદલી કરવામાં આવી છે.

આ છ પૈકી મોરબી જિલ્લા ખેતીવાડી અધિકારી તરીકે કાર્યરત ડી.બી.ગજેરાને પ્રમોશન આપી સયુંકત ખેતી નિયામક (વિસ્તરણ) તરીકે જૂનાગઢ ખાતે મુકવામાં આવ્યા છે. જો કે, ડી.બી.ગજેરા સામે અમરેલી પોલીસ સ્ટેશન ખાતે 2003માં એક ફોજદારી ચાલુ હોય 2005ની સાલમાં સિવિલ કોર્ટ દ્વારા જે શરતો મુકવામાં આવી હતી એ શરતોને આધીન આ એડહોક બઢતી આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

 

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/
Banner