મોરબીમાં પાનની દુકાનમાં નશીલી આયુર્વેદિક શિરપનો જથ્થો ઝડપાયો

0
1527
/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : તાજેતરમા મોરબીમાં આયુર્વેદિક શિરપના નામે કેફી પ્રવાહીનો કાળો કારોબાર ધમધોકાર ચાલી રહ્યો છે. ત્યારે મોરબી જિલ્લા પોલીસ દ્વારા આયુર્વેદિક શિરપના નામે કેફી પ્રવાહીનો કાળો કારોબારનો પર્દાફાશ કરવાની ઝુંબેશ ચાલી રહી છે. તે દરમિયાન મોરબીના કંડલા બાયપાસ પર પાનની દુકાનમાં નશીલી આયુર્વેદિક શિરપનો જથ્થો ઝડપી લેવાયો છે અને સીટી એ ડીવીજન પોલીસે બાતમીના આધારે આયુર્વેદિક શંકાસ્પદ કેફી પ્રવાહી શીરપની બોટલ નંગ-૧૩૫ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી સીટી એ ડીવીઝન પોલિસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગ દરમ્યાન મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટાફને ખાનગીરાહે હકિકત આધારે મોરબી કંડલા બાયપાસ ઉપર આવેલ ક્રિષ્ના હોટલ ના કિષ્ના પાનના ગલ્લામાંથી નીચેથી અલગ અલગ કંપની ની આયુર્વેદીક શંકાસ્પદ કેફીપ્રવાહી શીરપની બોટલ નંગ-૧૩૫ કિ.રૂ.૨૧૦૦૦ નો જથ્થો મળી આવતા આ જથ્થા સાથે આર્યુવેદીક શિરપના નામે નશાનો કાળો કારોબાર કરતા ભોગીલાલ નરોતમભાઇ ખણુસીયા, નિલેષભાઇ ગગુભાઇ ચાવડાને હસ્તગત કરીને એફ.એલ.એલ રીપોર્ટ આવ્યેથી વધુ કાર્યવાહી કરવામા આવશે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/