હળવદમાં બજરંગદળ અને ગૌભક્તોએ ગૌવંશનું સફળ રેસ્ક્યૂ કરાયું

0
52
/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] હળવદ : તાજેતરમા હળવદની નર્મદા કેનાલમાં રાત્રિના સમયે એક ગૌવંશ ફસાઈ જવાના સમાચાર મળતા બજરંગદળના કાર્યકરો અને ગૌભક્તોએ મળીને રેસ્ક્યૂ કરીને ગૌવંશનો જીવ બચાવ્યો હતો.

હળવદ શહેરમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં નંદી મહારાજ ફસાઈ જતાં તે અંગેની માહિતી યોગેશભાઈને થઈ હતી. તેઓએ ગૌશાળામાં જાણ કરતા ગૌસેવકો અડધી રાત્રે ઘટના સ્થળે પહોંચી અને નંદીનો જીવ બચાવ્યો હતો. આમ જીવના જોખમે આ રેસ્ક્યૂ કરી માનવતાની ફરજ બજાવી હતી. આ કાર્યમાં રણછોડભાઈ દલવાડી (દાદા), ઋષિભાઈ મહેતા, વિજયભાઈ ગિંગોરા, જયદીપ રબારી, મોહનભાઈ ભરવાડ, બૂટીભાઈ ભરવાડ, વિવેક કરોત્રા, અર્જુનભાઈ, મેહુલભાઈ, કૌશિકભાઈ પ્રજાપતિ, જીગરભાઈ સિંધવ, દિગુભા વાઘેલા સહિતના સેવાભાવી ગૌસેવકો જોડાયા હતા. આ તકે દિનેશભાઈ ભરવાડે તાત્કાલિક પોતાની ક્રેન મોકલી આપી રેસ્ક્યુ કામગીરીમાં મદદરૂપ બન્યા હતા.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/