ટંકારા : તાજેતરમાં હળવદ ખાતે 10થી વધુ કોંગો ફીવરના શંકાસ્પદ કેસો સામે આવતા તંત્ર હરકતમાં આવ્યું છે ત્યારે પશુ પર થતી ઇતરડી નામની જીવાત દ્વારા ફેલાતા કોંગો ફીવર નામની તાવની બીમારી સામે રક્ષણ આપવા ટંકારાની એક દૂધ ઉત્પાદન સમિતિ દ્વારા દવાનો છંટકાવ કરવાનું અભિયાન આદરવામાં આવ્યું છે.
વરસાદી માહોલ બાદ કોંગો ફીવર નામની તાવની બીમારીના શંકાસ્પદ કેસો મોરબી જિલ્લામાં સામે આવતા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. આ બીમારીમાં તાવ આવવાથી લોહીમાં રહેલા, પ્લેટલેટ નામના બીમારીથી રક્ષણ આપતા કણોની સંખ્યા ઝડપથી ઘટી જાય છે. બીમારીની સારવાર ઉપલબદ્ધ હોવા છતાં આ તાવ ખતરનાક ગણાય છે. ખાસ કરીને પાલતુ પશુ અને શ્વાનના શરીર પર જોવા મળતી ઇતરડી નામની જીવાતથી અને પશુઓના મળ દ્વારા આ રોગ માણસોમાં પ્રસરે છે. ત્યારે ટંકારાના ટોળ ગામના “ટોળ મહિલા દૂધ ઉત્પાદન મંડળી” દ્વારા કોંગો ફિવરની જીવલેણ બીમારી સામે રક્ષણ આપવા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે શરૂ થયેલા અભિયાનમાં તમામ દૂધ ઉત્પાદક પરિવારના ઘેર-ઘેર ફરી ઇતરડી નાશક દવાનો છંટકાવ કરવાનું શરૂ કરાયું છે. પશુપાલકો પશુની સ્વચ્છતા જાળવે એ માટે 100 રૂપિયાના બજાર ભાવની દવાની બોટલોનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત જાહેરમાં રખડતા રેઢિયાળ પશુઓ પર પણ ગ્રામજનોની મદદ દ્વારા ઇતરડીની દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો
ઉલ્લેખનીય છે કે મોરબી જિલ્લામાં આ રોગે દેખા દીધી હોવાથી સરકારી તંત્રમાં પણ દોડધામ મચી ગઇ છે ત્યારે “ટોળ મહિલા દૂધ ઉત્પાદક મંડળી”ના સંચાલક હીરાભાઈ ભરવાડના માર્ગદર્શન હેઠળ ગ્રામજનોનો આ આગોતરો પ્રયાસ પ્રશંસનીય છે.
મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ
ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber
ટ્વિટર:-
https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en
વ્હોટ્સએપ ગૃપ :-
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide