મોરબીમાં અલગ અલગ જગ્યાએથી જુગાર રમતા 8 લોકો ઝડપાયા

0
103
/
/
/

મોરબી : શ્રાવણ મહિનાના અંતિમ દિવસે બે અલગ અલગ રેઇડમાં 8 જુગારીઓને પત્તાં ટીંચતા 13700ની રોકડ રકમ સાથે મોરબી સિટી.બી.ડીવી. પોલીસે ઝડપી પાડયા છે.

શ્રાવણ માસમાં જુગારની મોસમ પુરબહારમાં ખીલી હોય એમ પુરા મહિના દરમ્યાન મોરબી જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી અનેક જુગાર પ્રેમીઓ ઝડપાયા હતા. ત્યારે શ્રાવણ માસના અંતિમ દિવસે પણ આ સિલસિલો ચાલુ રહ્યો હતો. મોરબી સિટી.બી.ડીવી.પો. મથકના પો.કોન્સ.ભગિરથભાઈ લોખીલ તથા રમેશભાઇ મિયાત્રાને પેટ્રોલિંગ દરમ્યાન મળેલી બાતમીને આધારે મહેન્દ્રનગર, શીતળામાં વિસ્તાર ખાતે રેઇડ કરતા રાજેશ દેવજીભાઈ પરમાર, દેવકરણ કરશનભાઇ પરમાર, રાજેશ રમેશભાઈ સનારીયા, દયાલજી જગાભાઈ પરમાર, ઘનશ્યામભાઈ મગનભાઈ સનાવડાને જાહેરમાં જુગાર રમતા ઝડપી પાડી 11000ની રોકડ રકમ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે મહેન્દ્રનગરમાં જ શીતળામાતાના મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા અજય રમેશભાઈ સનારીયા, રમણિક મુળજીભાઈ સાવરિયા અને સુનિલ પ્રવીણભાઈ પરમારને 2700 રૂપિયાની રોકડ રકમ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/
Banner