વાંકાનેર : શિક્ષિકાએ ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૃર્તિ બનાવીને પર્યાવરણના જતનનો સંદેશ આપ્યો

0
79
/
/
/

વાંકાનેર : જન્માષ્ટમી મહોત્સવનું સમાપન થવાની સાથે જ ગણપતિ મહોત્સવની તૈયારીઓ જોરશોરથી થઈ રહી છે.જોકે હમણાંથી ગણપતિ દાદાની પી.ઓ.પી.ની મૂર્તિના સ્થાપનનો જબરો ક્રેઝ છે. પણ આ મૃતિથી પર્યાવરણને ભારે નુકસાન પહોંચતું હોય છે.એની સામે માટીમાંથી બનાવાતી મૂર્તિ એટલે ઇકો ફ્રેન્ડલી મૂર્તિથી પર્યાવરણનું જતન થતું હોય છે.

ત્યારે વાંકાનેરના સી.આર. સી.જુના કણકોટ, ધિયાવડ પ્રાથમિક શાળાના શિક્ષિકા નમ્રતાબા વિરેન્દ્રસિંહ પરમારે પોતાના વર્ગમાં ગણપતિ બાપાની માટીમાંથી ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું સર્જન કર્યું છે.તેઓ છેલ્લા ત્રણ વર્ષથી પોતાના વર્ગમાં વિધાર્થીઓને માટીકામ શીખવાડે છે.જેના ભાગરૂપે માટીના ગણેશ અને અન્ય રમકડાં બનાવે છે.સાથે સાથે પોતાના ઘરમાં માટીના ગણપતિ દાદાની મૃતિનું ભાવભેર સ્થાપન કરીને પૂજા અર્ચના કરે છે અને ઘરમાં જ આ મૂર્તિનું વિસર્જન કરીને પર્યાવરણનું ઉમદા પૂર્વક જતન કરી રહ્યા છે.

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/