ગાંધીચોક પાસેની દુકાનમાંથી ચીજવસ્તુ લઈને ભાગતા યુવાનને થોડે દૂરથી ટ્રાફિક પોલીસે ઝડપી લીધો : દુકાનદારે તેના બાકીના રૂ 1 હજાર પરત ન આપતા આ વસ્તુ લઈને ભાગ્યો હોવાનું યુવાનનું રટણ
મોરબી : મોરબીના ગાંધીચોકમાં આવેલ પાનની દુકાનેથી આજે એક યુવાન કોઈ વસ્તુ લઈને ભાગ્યો હતો..ત્યારે ટ્રાફિક પોલીસે તેનો પીછો કરીને થોડી દૂરથી ઝડપી લઈને પોલીસને હવાલે કરી દીધો હતો.તેણે પોલીસની પૂછપરછ આ દુકાનવાળાએ પરમ દિવસે રૂ.1 હજાર બાકી રાખીને પરત ન આપતા આ વસ્તુ લઈને ભાગ્યો હોવાનો રટણ કર્યું હતું.
આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના ગાંધીચોક વિસ્તારમાં આવેલ અને કપડાં સહિતની ચીજ વસ્તુઓનું વેચાણ કરતી ભારત પાન નામની દુકાને આજે સવારે એક યુવાન કોઈ વસ્તુ લેવા આવ્યો હતો અને દુકાનદાર પાસે વિવિધ ચીજ વસ્તુઓ કઢાવીને ‘તારું બુચ લાગી ગયું” તેમ કહી એક વસ્તુ લઈને આ યુવાન દુકાનમાંથી ભાગ્યો હતો .આથી દુકાનદારે બુમો પડતા લોકો પણ એકઠા થઈને ચોર ચોરની બીમો પાડીને યુવાનને પકડી લેવા તેના પાછળ દોટ મૂકી હતી.જ્યારે ગાંધીચોકમાં ટ્રાફિકનું સંચાલન કરતા ટ્રાફિક પોલીસના જવાનોએ આ યુવાનનો પીછો કરીને થોડે દુર ચકિયા હનુમાન મંદિર પાસેથી ઝડપી લીધો હતો અને બાદમાં તેને પોલીસને હવાલે કરી દીધો હતો.તેના કહેવા પ્રમાણે પરમ દિવસે તે આ દુકાને કોઈ વસ્તુ લેવા ગયો હતો.ત્યારે દુકાનદારે તેના રૂ.1 હજાર બાકી રાખ્યા હતા અને પરત આપ્યા ન હતા. આથી આ રૂ.1 હજાર પેટે આ વસ્તુ લઈને ભાગ્યો હોવાનું તેણે જણાવ્યું હતું.તેથીપોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.જોકે ભરચક્ક વિસ્તારમાં દુકાને યુવાન વસ્તુ લઈને ભાગી જતા થોડીવારમાં ભારે દોડધામ થઈ પડી હતી.
મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ
ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber
ટ્વિટર:-
https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en
વ્હોટ્સએપ ગૃપ :-
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide