મોરબી : કંડલા બાયપાસ પાસેના 25 વારીયા પ્લોટમાં ગટરની ગંદકીની ભયંકર સમસ્યા

0
59
/

ગટરના દૂષિત પાણી આખા વિસ્તારમાં ફરી વળતા રોગચાળાનો ભય : અગાઉ રજુઆત કરવા છતાં તંત્ર ધ્યાન ન આપતા સ્થાનિકોમાં રોષ

મોરબી : મોરબીના કંડલા બાયપાસ પાસે કામધેનુ પાર્ટી પ્લોટ નજીક આવેલ પચીસ વારીયા પ્લોટ વિસ્તારમાં ગટરની ગંદકીએ માજા મૂકી છે.ગટરના ગંદા પાણી આખા વિસ્તારમાં ફરી વળતા સ્થાનિકો પર રોગચાળાનું જોખમ ઉભું થયું છે.જોકે અગાઉ રજુઆત કરવા છતાં પાલિકા તંત્ર ધ્યાન ન આપતા સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.

મોરબીમાં તંત્રના પાપે ગટર ઉભરાવવની સમસ્યાએ જાણે શહેરને બાનમાં લીધું હોય તે દરરોજ કોઈને કોઈ વિસ્તારમાં ગટરની ગંદકીએ સ્થાનિકો મુશ્કેલીમાં મૂકી દીધા હોવાની ગંભીર સમસ્યાઓ સામે આવે છે.ત્યારે વધુ એક વિસ્તારમાં ગટરની ગંદકીએ ભારે ઉત્પાત મચાવ્યો હોવાની ફરિયાદ ઉઠી છે.જેમાં મોરબીના કંડલા બાયપાસ પાસે કામધેનુ પાર્ટી પ્લોટ નજીક આવેલ 25 વરિયા પ્લોટ વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી ગટર ઉભરાવવની ભયંકર સમસ્યા સર્જાય છે.ગટરના ગદા પાણી આ આખા વિસ્તારમાં ફરી વળતા સ્થાનિક લોકોને ઘરની બહાર પણ નીકળવું મુશ્કેલ બની ગયું છે.ગટરની ગંદકીને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે.તેથી સ્થાનિકોનું આરોગ્ય જોખમાય તેવી ગંભીર સ્થિતિ સર્જાઈ છે.જોકે થોડા સમય પહેલા સ્થાનિક લોકોએ આ ગંભીર સમસ્યા હલ કરવા માટે પાલિકા તંત્રને રજુઆત કરી હતી.પણ પાલિકા તંત્રએ આ રજુઆત કાને ન ઘરતા ગટરની ગંભીર સમસ્યા યથાવત રહેતા સ્થાનિક લોકોનું આરોગ્ય રામભરોસે થઈ ગયું છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/